તાતા મોટર્સ મિની ટ્રકની ઉત્પાદનક્ષમતા વધારશે

25 December, 2011 05:30 AM IST  | 

તાતા મોટર્સ મિની ટ્રકની ઉત્પાદનક્ષમતા વધારશે

 

કંપની ૨૦૧૨ના ફસ્ર્ટ ક્વૉર્ટરમાં ઉત્પાદનક્ષમતા વધારીને ૪.૫૦ લાખ વાહનોની કરશે. છ મહિના અગાઉ કૅપેસિટી ૨.૫૦ લાખ વાહનોથી વધારીને ૩.૫૦ લાખ વાહનોની કરવામાં આવી હતી. વિસ્તરણ પાછળ ૮૦થી ૧૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

કર્ણાટકના ધારવાડમાં કંપનીનો જે પ્લાન્ટ છે ત્યાં એસ મિની ટ્રકના અન્ય વેરીઅન્ટ એસઝિપ અને મૅજિક આઇરીસના ઉત્પાદન માટે એકમ સ્થાપવામાં આવશે. એમાં જાન્યુઆરીથી ઉત્પાદન શરૂ થશે. પ્રારંભિક તબક્કામાં પ્રોડક્શન કૅપેસિટી ૯૦,૦૦૦ વાહનોની રહેશે.