કેતન પારેખને ૬૬ કરોડ રૂપિયા જમા કરાવવા સુપ્રીમ ર્કોટે આપેલો આદેશ

01 December, 2011 07:54 AM IST  | 

કેતન પારેખને ૬૬ કરોડ રૂપિયા જમા કરાવવા સુપ્રીમ ર્કોટે આપેલો આદેશ

 

આ રકમ જમા કરાવવા માટે ચાર સપ્તાહની મુદત આપવામાં આવી છે અને એમ ન કરે તો ૧૩૨ કરોડ રૂપિયાની પેનલ્ટીને ચૅલેન્જ કરતી તેમની અપીલ ટ્રિબ્યુનલમાંથી ઑટોમૅટિકલી ડિસમિસ થઈ જશે એવો પણ ર્કોટે આદેશ આપ્યો હતો. પૂર્વે ટ્રિબ્યુનલે ૬૬ કરોડ રૂપિયા જમા કરાવવા જણાવ્યું હતું, પણ કેતન પારેખે તેમની ખરાબ નાણાકીય સ્થિતિને કારણે આટલી રકમ જમા નહીં કરાવી શકે એમ ટ્રિબ્યુનલને જણાવ્યું હતું. તેમની નાણાકીય સ્થિતિનું ટ્રિબ્યુનલને સ્પષ્ટ ચિત્ર દર્શાવવાને બદલે તેમણે ખરાબ સ્થિતિનું બહાનું આગળ ધરી રકમ નહીં ભરી શકે એવી દલીલ કરી હતી. ૨ ઑગસ્ટ ૨૦૦૭ના રોજ અપેલેટ ટ્રિબ્યુનલે ઑર્ડર પાસ કર્યો ત્યાર બાદ મુંબઈ હાઈ ર્કોટનો અપ્રોચ કરવાને બદલે તેમણે દિલ્હી હાઈ ર્કોટમાં અપીલ કરી પ્રોસિડિંગ્સ ડિલે થાય એવી કોશિશ કરી હતી. ૨૬ જુલાઈ ૨૦૧૦ના રોજ દિલ્હી હાઈ ર્કોટે તેમની અપીલ ડિસમિસ કરી હતી. ત્યાર બાદ તેમણે મુંબઈ હાઈ ર્કોટમાં અપીલ કરી હતી ત્યાં પણ અપીલ ફાઇલ કરવામાં થયેલા ૧૦૫૬ દિવસના વિલંબને ર્કોટે કન્ડોન કરી અપીલ લીધી ન હતી. છેવટે તેમણે સુપ્રીમ ર્કોટમાં અરજી કરી હતી અને ત્યાંથી આ ચુકાદો તેમની વિરુદ્ધમાં આવતાં હવે ૬૬ કરોડ રૂપિયા તેમણે જમા કરાવવા પડશે.