અનિલ અંબાણી અવમાનનાના દોષી, લેણું નહીં ચુકવે તો જવું પડશે જેલઃSC

20 February, 2019 11:31 AM IST  |  નવી દિલ્હી

અનિલ અંબાણી અવમાનનાના દોષી, લેણું નહીં ચુકવે તો જવું પડશે જેલઃSC

સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો

એરિક્સનના લેણા મામલામાં રિલાયન્સ કૉમ્યૂનિકેશનના ચેરમેન અનિલ અંબાણી અને અન્ય બે નિર્દેશકોને અદાલતની અવમાનનાના મામલે દોષી ગણાવ્યા છે. અને ચાર અઠવાડિયામાં સ્વીડિશ કંપની એરિક્સનનું લેણું ચુકવવાનો આદેશ આપ્યો છે.

અદાલતે અનિલ અંબાણીને ચાર અઠવાડિયામાં એરિક્સનની 453 કરોડ રૂપિયાની બાકી રાશિ ચુકવી દેવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ આર એફ નરીમન અને વિનીત સરનની બેંચે કહ્યું કે જો અનિલ અંબાણી એવું નહીં કરે તો તેમણએ 3 મહિના જેલમાં વિતાવવા પડશે.

આ સાથે જ કોર્ટે અનિલ અંબાણી અને અન્ય બે નિર્દેશકોને એક કરોડનો દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે જો આ દંડની રકમ ભરપાઈ નહીં કરવામાં આવો તો તેમને એક મહિનાની જેલની સજા થશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રિલાયન્સની ત્રણેય કંપનીઓની મંછા બાકી નીકળતી રકમ પાછી આપવાની નહોતી એટલે આ અદાલતની અવમાનના સમાન છે. કોર્ટે કહ્યું કે આ મામલામાં રિલાયન્સ બિનશરતી માફી પણ સ્વીકાર નહીં થઈ છે.

ધરાશાયી થયા ADAGના શેર
કોર્ટના આ નિર્ણયની અસર અનિલ અંબાણી સમૂહની અન્ય કંપનીઓ પર પણ થઈ છે. BSEમાં રિલાયન્સ કેપિટલના શેરમાં 9 ટકા ઘટાડો થયો છે. જ્યારે આરપાવરના શેરમાં એક ટકાનો ઘટાડો થયો છે.

રિલાયન્સ ઈન્ફ્રાનો શેર લગભગ 6 ટકાથી વધુ તૂટી ચુક્યો છે. જ્યારે રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડનો શેર 5 ટકા તૂટ્યો છે.

નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલમાં રિલાયન્સ કૉમ્યૂનિકેશનની તરફથી દેવાળિયા હોવાની અરજી દાખલ કરવામાં આવ્યા બાદ અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓના શેર્સનું દલાલ પછ પર દેવાળિયું નીકળી ગયું છે.

anil ambani reliance supreme court