ખાંડનું ઉત્પાદન ૧૯ ટકા વધ્યું

26 December, 2011 05:37 AM IST  | 

ખાંડનું ઉત્પાદન ૧૯ ટકા વધ્યું


ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન ૮.૫૫ લાખ ટનથી ૫૦ ટકા વધીને ૧૨.૮૫ લાખ ટન થયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઉત્પાદન ૧૬.૨૫ લાખ ટનથી માત્ર ૧૮.૭૦ ટકા વધીને ૧૭.૫૦ લાખ ટન થયું છે. કર્ણાટકમાં ઉત્પાદન ૭.૩૫ લાખ ટનથી વધીને ૮.૨૫ લાખ ટન થયું છે. ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશનનો અંદાજ છે કે ચાલુ વર્ષમાં ખાંડનું ઉત્પાદન ૨૬૦ લાખ ટન જેટલું થશે. સરકારનો અંદાજ ૨૪૬થી ૨૫૦ લાખ ટનનો છે. ખાંડનો વપરાશ ૨૨૦ લાખ ટન જેટલો રહેવાની ગણતરી છે.