અદાણી ફાઉન્ડેશન હવે બાળકો માટે બન્યો સ્વપ્ન જોવાનો પ્રેરણાસ્ત્રોત

20 April, 2019 01:08 PM IST  | 

અદાણી ફાઉન્ડેશન હવે બાળકો માટે બન્યો સ્વપ્ન જોવાનો પ્રેરણાસ્ત્રોત

રાજસ્થાનમાંની અદાણી ઇન્ડસ્ટ્રીની મુલાકાત લેતાં વિદ્યાર્થીઓ

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના જીવનને બદલવામાં સહભાગી વાર્તા પરથી પ્રેરિત આ ઉડાન પ્રકલ્પ આજે ભારતના 5 જુદાં જુદાં રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને યુવાનોને આવરી તેમને આ પ્રકલ્પના ભાગ રૂપે સામેલ કરવામાં આવ્યા છે જેમાં વાહન વ્યવહાર અને રહેવા-જમવાની સુવિધાઓ પણ અદાણી ગ્રુપ બિઝનેસ દ્વારા આપવામાં આવશે.

અદાણી ફાઉન્ડેશને પ્રોજેક્ટ ઉડાન મારફતે 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનોનો સંપર્ક કરીને એપ્રિલ 2019માં એક સીમાચિહ્ન મેળવ્યું છે. ઉડાન અદાણી ફાઉન્ડેશનની એક એવી પહેલ છે જેમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને મોટા સ્વપ્નો જોવાની પ્રેરણા પૂરી પાડવામાં આવે છે.

ઉડાન પ્રોજેક્ટ આપણા દેશના યુવાનોને ઉત્તેજન આપવા માટે અને તેમને ઊંચાઇ હાંસલ કરવા માટે તેમજ તેમના જીવનમાં ઉદ્યોગસાહસિકતાની વૃત્તિ ઠસાવવા માટે સજ્જ છે.

ઉડાન એ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની જીવન પરિવર્તનની વાર્તા પર પ્રેરીત છે. શ્રી અદાણીએ એક બાળક તરીકે ગુજરાતમાં કંડલા પોર્ટની મુલાકાત લીધી હતી અને ત્યારે તેમણે પોર્ટના વિસ્તરણની શક્યતા જોઇ હતી અને એક દિવસ પોતાનું પોર્ટ હોવાનું સ્વપ્ન સેવ્યું હતું.

અદાણી ગ્રુપના વિવિધ બિઝનેસ લોકેશન્સ જેમ કે ગુજરાતમાં મુંદ્રા અને હજીરા, મહારાષ્ટ્રમાં તિરોરા, રાજસ્થાનમાં કવાઇ, ઓડીશામાં ધામરા અને કર્ણાટકમાં ઉડીપીમાં શાળાઓ અને કોલેજોમાં ઉડાન પ્રેરીત મુલાકાત કરવા પર આધારિત છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એક જાહેર મુલાકાતનું આયોજન કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને અદાણી પોર્ટ, અદાણી પાવર અને અદાણી વિલમાર સવલતોની મુલાકાત લેવાની તક અપાય છે જેથી તેઓ કેટલા મોટા પાયે બિઝનેસ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે તે અંગે વધુ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. જ્યારે યુવાન મગજને ખુલ્લો માર્ગ આપવામાં આવે ત્યારે તેનાથી તેમને તેમને પોતાની શક્તિને સમજવામાં મદદ મળે છે અને તે દિશામાં કામ કરવા માટે પ્રેરાય છે.

આ પણ વાંચો : મુકેશ અંબાણી: ભારતના સૌથી ધનિક વ્યક્તિની સક્સેસ સ્ટોરી

વિદ્યાર્થીઓને વાહનવ્યવહાર, રહેવા-જમવાની સુવિધા દરેક અદાણી ગ્રુપ બિઝનેસ સવલતોમાં આપવામાં આવે છે, તેઓ બિઝનેસની કામગીરી અંગે જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ પ્રોજેક્ટમાં દેશભરના 5 રાજ્યોના વિદ્યાર્થીઓ અને યુવાનોને આવરી લેવામાં આવે છે અને 4143 જાહેર મુલાકાતો દ્વારા 3,00,63 વિદ્યાર્થીઓ અને યુવાનો સુધી ફાઉન્ડેશન પહોચ્યું છે.