સ્ટૉકમાર્કેટમાં દિવાળીથી દિવાળી સુધીમાં દી ન વળ્યો

24 October, 2011 07:51 PM IST  | 

સ્ટૉકમાર્કેટમાં દિવાળીથી દિવાળી સુધીમાં દી ન વળ્યો

 

આ ઘટાડામાં તમામ લિસ્ટેડ શૅરોની વૅલ્યુમાં સત્તર લાખ કરોડ રૂપિયાનું ધોવાણ કયુમ્યુલેટિવ ધોરણે થતાં અત્યારે વૅલ્યુએશન ૬૦ લાખ કરોડ રૂપિયાનું થઈ ગયું છે. જોકે બજારનો બહોળો વર્ગ સંવત ૨૦૬૮ સારું નીવડવાની આશા રાખે છે. કેજરીવાલ રિસર્ચ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસિસના ડિરેક્ટર અરુણ કેજરીવાલ માને છે કે આવતી દિવાળીએ સેન્સેક્સ ૧૮,૫૦૦થી ૧૮,૭૦૦ની સપાટીએ હશે.

કલાકે કેટલા રૂપિયા ઓછા થયા?

વિક્રમ સંવત ૨૦૬૭માં દર કલાકે શૅરબજારમાં ઇન્વેસ્ટરોના ૧૦૯૪ કરોડ રૂપિયા ઓછા થયા છે. ગયા વર્ષે પાંચમી નવેમ્બરે દિવાળી હતી, ત્યારથી હમણાં સુધી૨૩૯ ટ્રેડિંગ સેશન હતાં. એટલા દિવસોમાં તમામ લિસ્ટેડ શૅરોનું ક્યુમ્યુલેટિવ મૂલ્ય સત્તર લાખ કરોડ રૂપિયાના પ્રમાણમાં ધોવાઈ જતાં રોકાણકારોએ દર કલાકે ૧૦૯૪ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.