નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૮,૭૪૦ ઉપર ૧૮,૮૪૨ અને નીચામાં ૧૮,૫૮૦ મહત્ત્વની સપાટીઓ

12 June, 2023 02:33 PM IST  |  Mumbai | Ashok Trivedi

બૉટમથી અતિશય વધી ગયેલા શૅરોમાં નવું રોકાણ કરનાર સલવાઈ શકે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૮,૬૦૫.૭૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૪.૪૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૮,૬૩૧.૫૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૭૮.૫૨ પૉઇન્ટના નેટ સુધારે ૬૨,૬૨૫.૬૩ બંધ રહ્યો. ઉપરમાં ૬૨,૯૯૨ ઉપર ૬૩,૩૨૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૨,૪૫૦ તૂટે તો ૬૨,૩૬૦, ૬૨,૧૫૦, ૬૧,૭૬૦, ૬૧,૩૭૦, ૬૧,૨૦૦ સુધીની શક્યતા. રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. બજાર ખૂબ જ ઓવરબૉટ પોઝિશનમાં છે. બૉટમથી અતિશય વધી ગયેલા શૅરોમાં નવું રોકાણ કરનાર સલવાઈ શકે છે. મોટે ભાગે સારાં પરિણામો આવતાં અગાઉ જ ભાવો વધી ગયેલા હોય છે. એને કારણે પરિણામો બાદ નફારૂપી વેચવાલી જોવાતી હોય છે. સપોર્ટ લેવલ તૂટશે તો બજાર થોડો સમય નરમાઈતરફી રહેવાની પૂરી સંભાવના છે.
 
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો તેમ જ અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (એવી જ રીતે ધારો કે ગઈ કાલના ભાવોની વધ-ઘટ ૧૦૦થી ૮૦ વચ્ચે રહી હતી. આજે ભાવો ગૅપથી ૫૫ ખૂલ્યા અને ઉપરમાં ૭૦ સુધી વધ્યા અને નીચામાં ૪૦ સુધી આવીને ૪૫ બંધ  રહ્યા. એટલે વધ-ઘટ ૭૦થી ૪૦ની વચ્ચે રહી. ગઈ કાલના બૉટમ ૮૦ અને આજના ટૉપ ૭૦ની વચ્ચે ૧૦ રૂપિયાનો ગાળો રહે છે એને ગૅપ કહેવાય છે. આ ગૅપ મંદીતરફી ગણાય. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૮,૬૧૨.૦૫ છે. જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
 
જ્યુબિલન્ટ ફૂડ (૪૭૯.૫૫) ૪૯૬.૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૮૬ ઉપર ૪૯૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૭૫ નીચે, ૪૭૦, ૪૬૫, ૪૬૦, ૪૫૫ સુધીની શક્યતા. 
 
રિલાયન્સ (૨૪૮૧.૯૫) ૨૧૮૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૧૭ ઉપર ૨૫૩૮ કુદાવે તો ૨૫૭૫, ૨૬૧૧, ૨૬૩૧ સુધીની શક્યતા. નીચામાં ૨૪૫૧ નીચે ૨૪૧૬ મહત્ત્વનો સપોર્ટ ગણાય. 
 
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૪,૧૧૭.૯૫) ૩૮,૮૩૧.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૪,૩૨૬ ઉપર ૪૪,૫૪૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૩,૯૬૦ તૂટે તો ૪૩,૮૬૧, ૪૩,૩૯૫, ૪૩,૦૦૦ મહત્ત્વની સપાટી ગણાય. 

નિફ્ટી ફ્યુચર (૧૮,૬૩૧.૫૫) 

૧૮,૦૮૪.૦૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮,૭૪૦ ઉપર ૧૮,૮૪૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૮,૬૧૦ નીચે ૧૮,૫૮૦ તૂટે તો ૧૮,૫૫૦, ૧૮,૪૭૦, ૧૮,૩૪૦, ૧૮,૨૨૦, ૧૮,૧૦૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

બિરલા સૉફ્ટ (૩૨૮.૫૦) 

૩૩૩.૪૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૩૭ ઉપર ૩૪૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૨૭ નીચે ૩૨૨, ૩૧૫, ૩૧૦ સુધીની શક્યતા. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

ગોદરેજ સી.પી. (૧૦૩૫.૩૫)

૧૯૭૪.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૫૦ ઉપર ૧૦૬૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૦૨૭ નીચે ૧૦૦૮, ૯૯૭, ૯૮૫ સુધીની શક્યતા. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર

નડ્યું ના ક્યાંય અંધારું મને સૂમસામ રસ્તામાં, મૂક્યો છે ‘મા’નો ફોટો જ્યારથી મેં એક ગજવામાં!  - ડૉ. માર્ગી દોશી 

nifty sensex share market stock market national stock exchange bombay stock exchange business news