શેરબજારમાં ઝડપી શરૂઆત, સેન્સેક્સમાં 322 અંકનો વધારો

27 December, 2018 10:38 AM IST  | 

શેરબજારમાં ઝડપી શરૂઆત, સેન્સેક્સમાં 322 અંકનો વધારો

ગુરૂવારના કારોબારમાં ભારતીય શેર બજારે ઝડપી શરૂઆત કરી છે

ગુરૂવારના કારોબારમાં ભારતીય શેર બજારે તેજ શરૂઆત કરી છે. દિવસના 9 વાગ્યે પર સેન્સેક્સ 322 અંકોની તેજી સાથે 35,972 પર અને નિફ્ટી 90 અંકોની તેજી સાથે 10,820 પર કારોબાર કરી રહ્યું છે. નિફ્ટીમાં 50 શેર્સમાંથી 46 લીલા અને 4 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યાં છે. જ્યાં નિફ્ટી ઈન્ડેક્સની વાત કરીએ તો મિડકેપ 0.73% અને સ્મોલકેપ 0.87%ની તેજી સાથે કારોબાર કરી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે બુધવારના કારોબારમાં દિવસભર ઉતાર-ચઢાવ બાદ સેન્સેક્સ 179 અંકોની મજબૂતી સાથે 35,649 પર અને નિફ્ટી 66 અંકોની મજબૂતી સાથે 10,729 પર બંધ થયું હતુ.

આજના કારોબારમાં બધા સેક્ટોરિયલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યાં છે. નિફ્ટી ઑટો 0.89%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.80%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.74%ની તેજી, નિફ્ટી આઈટી 1%ની તેજી, નિફ્ટી મેટલ 1.44%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.92%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.79%ની તેજી સાથે કારોબાર કરી રહ્યાં છે.

બધા એશિયાઈ બજારોએ સારી શરૂઆત કરી છે. દિવસના સાડા નવ વાગ્યે જાપાનના નિક્કઈ 3.84%ની તેજી સાથે 20068 પર, ચીનની શાંઘાઈ 0.56%ની તેજી સાથે 2512 પર, હેન્ગસેન્ગ 0.60%ની તેજી સાથે 25806 પર અને તાઈવાનના કૉસ્પી 0.23%ની તેજી સાથે 2032 પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં અમેરિકા બજારની વાત કરીએ તો ડાઓ જોન્સ 4.98%ની તેજી સાથે 22878 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 4.96%નીી તેજી સાથે 2467 પર અને નાસ્ડેક 5.84%ની તેજી સાથે 6554 પર બંધ થયું હતું.

bombay stock exchange national stock exchange sensex