ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી કંપનીઓના શૅર્સના ભાવ ઘટવાથી બજારનો સુધારો ધોવાઈ ગયો

06 December, 2012 08:35 AM IST  | 

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી કંપનીઓના શૅર્સના ભાવ ઘટવાથી બજારનો સુધારો ધોવાઈ ગયો




(શૅરબજારનું ચલકચલાણું)



નિફ્ટી ૧૧.૨૫ વધીને ૫૯૦૦.૫૦ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૯૦૦ પૉઇન્ટ્સની ઉપર બંધ આવ્યો હતો. જોકે દિવસ દરમ્યાન ત્રણ વાગ્યા પછી નિફ્ટી ૫૯૦૦ પૉઇન્ટ્સની નીચે ગયો હતો. યુરોપિયન અને એશિયન બજારોમાં સુધારો જોવા મળ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

ગઈ કાલે મુંબઈ શૅરબજારની ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ૯ વધ્યાં હતાં અને ચારમાં ઘટાડો થયો હતો.

મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ ૧૬૭.૬૫ વધીને ૧૦,૫૬૮.૭૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧ કંપનીમાંથી ૭ના ભાવ વધ્યા હતા. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૫.૩૭ ટકા વધીને ૧૧૨.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. સેસાગોવાનો ભાવ ૫.૦૪ ટકા, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ૩.૩૮ ટકા અને જેએસડબ્લ્યુ સ્ટીલનો ભાવ ૨.૩૭ ટકા વધ્યો હતો.

બૅન્કેક્સ ૯૩.૫૦ વધીને ૧૪,૦૯૩.૧૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૧ના ભાવ વધ્યા હતા. પંજાબ નૅશનલ બૅન્કનો ભાવ સૌથી વધુ ૩.૩૦ ટકા વધીને ૮૧૨ રૂપિયા બંધ રહ્યો હતો. બૅન્ક ઑફ ઇન્ડિયાનો ભાવ ૨.૦૪ ટકા, એસબીઆઇનો ૧.૩૮ ટકા અને બૅન્ક ઑફ બરોડાનો ૧.૨૮ ટકા વધ્યો હતો. કોટક મહિન્દ્ર બૅન્કનો ભાવ સૌથી વધુ ૧.૪૨ ટકા ઘટીને ૬૬૨.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો.

ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ ૬૨.૨૧ વધીને ૮૪૮૩.૭૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૭ કંપનીના શૅરના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશનનો ભાવ સૌથી વધુ ૨.૪૪ ટકા વધીને ૩૫૭.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. ઓએનજીસીનો ભાવ ૧.૨૮ ટકા વધ્યો હતો. ઑઇલ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૧.૦૯ ટકા ઘટીને ૪૫૦ રૂપિયા બંધ રહ્યો હતો.

આઇટી શૅરો ઘટળ્ા

આઇટી ઇન્ડેક્સ સૌથી વધુ ૭૧.૨૮ ઘટીને ૫૭૭૯.૪૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૯ના ભાવમાં ઘટાડો થયો હતો. વિપ્રોનો ભાવ સૌથી વધુ ૧.૮૮ ટકા ઘટીને ૩૮૦.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. ઇન્ફોસિસનો ભાવ ૧.૬૨ ટકા અને એચસીએલ ટેક્નૉલૉજીનો ભાવ ૧.૨૭ ટકા ઘટળ્ો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ગઈ કાલે ૧૫ના ભાવ વધ્યા હતા અને ૧૫ના ઘટળ્ા હતા. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૫.૩૭ ટકા વધ્યો હતો. ઇન્ફોસિસનો ભાવ સૌથી વધુ ૧.૬૨ ટકા ઘટળ્ો હતો.

૫૪ શૅર્સ સર્વોચ્ચ લેવલે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૫૪ કપંનીઓના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના ઊંચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં સુંદરમ ફાઇનૅન્સ, ટ્રી હાઉસ એજ્યુકેશન, યસ બૅન્ક, એશિયન પેઇન્ટ્સ, અતુલ ઑટો, એલ્ડર ફાર્મા, ક્લેરિસ લાઇફ સાયન્સિસ, કરુર વૈશ્ય બૅન્ક વગેરેનો સમાવેશ છે. ૧૦ કંપનીઓના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ઝુઆરી ઍગ્રો, ઓરીપ્રો, પ્રદીપ ઓવરસીઝ વગેરેનો સમાવેશ છે.

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૬૯૫ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૨૩૨ના ઘટળ્ા હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

સુંદરમ ફાઇનૅન્સ

સુંદરમ ફાઇનૅન્સનો ભાવ ૩.૭૪ ટકા વધીને ૧૦૪૪.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૦૯૯ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૦૦૮.૫૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૨.૨૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૨૪૧૨ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૨૧,૧૨૧ શૅરનાં કામકાજ થયાં હતાં. કંપનીએ એક શૅર સામે એક બોનસ શૅર આપવાની જાહેરાત કરી હતી. આ માટેની રેકૉર્ડ ડેટ ૧૪ ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.

ટ્રી હાઉસ એજ્યુકેશન

ટ્રી હાઉસ એજ્યુકેશન ઍન્ડ ઍક્સેસરીઝનો ભાવ ૯.૩૪ ટકા વધીને ૨૫૮.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૭૮.૮૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૩૮ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૧૨.૩૬ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૪૧ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૪.૬૭ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું.

કંપની આદિત્ય બિરલા પ્રાઇવેટ ઇક્વિટી અને ઑન મૉરિશિયસને શૅરદીઠ ૨૨૨.૬૦ રૂપિયાના ભાવે ૧૮.૫૦ લાખ ઇક્વિટી શૅર્સની ફાળવણી કરશે.

હેરિટેજ ફૂડ્સ

હેરિટેજ ફૂડ્સ (ઇન્ડિયા)નો ભાવ પાંચ ટકા વધીને ૪૮૬.૬૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૮૬.૬૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૬૬.૧૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૨૪.૬૫ લાખ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧,૩૭,૯૯૮ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૫૧૦૪ શૅરનાં કામકાજ થયાં હતાં. વિપ્રોના ચૅરમૅન અઝીમ પ્રેમજી દ્વારા પ્રમોટ કરવામાં આવેલા ઇક્વિટી ફન્ડ પ્રેમજી ફન્ડે કંપનીની ઇક્વિટીમાં હિસ્સો ખરીદ્યો હોવાના સમાચારે ભાવ વધ્યો હતો.

એમઆરએફ

એમઆરએફનો ભાવ ૪.૧૦ ટકા વધીને ૧૧,૬૩૯.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન શૅરનો ભાવ વધીને ઊંચામાં ૧૧,૮૨૯ રૂપિયાના છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ઘટીને નીચામાં ૧૧,૧૭૫.૦૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૨૩.૨૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૪૭૦૧ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૨૦,૦૨૪ શૅરનું ટ્રેડિંગ થયું હતું.

સપ્ટેમ્બર ૨૦૧૨માં પૂરા થયેલા ક્વૉર્ટરનાં નાણાકીય પરિણામોની જાહેરાત બાદ છેલ્લા એક સપ્તાહમાં શૅરનો ભાવ ૧૬ ટકા જેટલો વધ્યો છે. ઑપરેટિંગ નફાનું માર્જિન ૪.૭૭ ટકા વધીને ૧૧.૭૦ ટકા થયું છે.

શ્રીરામ ઈપીસી

શ્રીરામ ઈપીસીનો ભાવ ૧૫.૪૨ ટકા વધીને ૭૯.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૮૨.૮૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૬૮.૦૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૫૫.૩૫ લાખ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧૭૧૯ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૬૯,૯૦૮ શૅરનાં કામકાજ થયાં હતાં. કંપનીને ઇરાકમાં બેઝિક સેનેટરી સિસ્ટમ્સની સપ્લાયનો ૧૩૦૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે.

રીટેલ શૅરો

રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણ માટે મંજૂરી મળી જવાની અપેક્ષાએ ગઈ કાલે રીટેલ સેક્ટરની કંપનીઓના શૅરના ભાવ વધ્યા હતા. શૉપર્સ સ્ટૉપનો ભાવ ૭.૨૮ ટકા વધીને ૪૬૩.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. તાતા ગ્રુપની કંપની ટ્રેન્ટનો ભાવ ૪.૨૫ ટકા, પૅન્ટૅલૂન રીટેલનો ૩.૩૨ ટકા, પ્રોવોગ ઇન્ડિયાનો ૬.૧૮ ટકા અને કુટોન્સ રીટેલ ઇન્ડિયાનો ભાવ ૪.૯૨ ટકા

વધ્યો હતો.

એફઆઇઆઇની ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૮૧૯.૩૫ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૯૪૦.૭૮ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૮૭૮.૫૮ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૧૫૮.૦૬ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૭૯૭.૮૪ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૬૩૯.૭૮ કરોડ રૂપિયા રહી હતી.

આઇટી = ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, જેએસડબ્લ્યુ =  જિન્દાલ સ્ટીલ વર્ક્સ, એસબીઆઇ = સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, ઓએનજીસી = ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન, એમઆરએફ = મદ્રાસ રબર ફૅક્ટરી,  એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર