સોફ્ટ બેન્કે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટ ફર્મમાં 1725 કરોડનું રોકાણ કર્યું

03 July, 2019 11:25 AM IST  |  Mumbai

સોફ્ટ બેન્કે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટ ફર્મમાં 1725 કરોડનું રોકાણ કર્યું

Mumbai : ભારતની જાણીતી કેબ કંપની Ola ની ઇલેકટ્રિક મોબિલિટી ફર્મને નવો રોકાણકાર મળી ગયો છે. જાપાનની સોફ્ટ બેન્કે ઓલાની ઇલેકટ્રિક મોબિલિટી ફર્મમાં 25 કરોડ ડોલર એટલે કે 1725 કરોડનું રોકાણ કર્યું છે. આ રોકાણના પગલે ઓલા ઇલેકટ્રીક ફર્મની વેલ્યુએશન 1 અબજ ડોલર એટલે કે આશરે 7000 કરોડ સુધી પહોંચી ગયું છે. આમ ફ્લિપકાર્ટ, જોમૈટો, પેટીએમ અને તેની પેરેન્ટ કંપની ઓલાની જેમ જ દેશની યુનિકોર્ન કલબમાં સામેલ થઈ ગઈ છે. યુનિકોર્ન એ કંપનીઓને કહેવામાં આવે છે જેની વેલ્યુ ઓછામાં ઓછી 1 અબજ ડોલર છે.


રતન ટાટાએ પણ ઓલા ઈલેક્ટ્રિકના રોકાણ કર્યું છે
ટાટા સન્સના ચેરમેન રતન ટાટાએ મે મહિનામાં જ ઓલા ઈલેકટ્રિકમાં રોકાણ કર્યું હતું. જોકે ટાટાએ કેટલું રોકાણ કર્યું છે તે રકમની જાહેરાત નથી કરી. રતન ટાટાએ ઓલા ઈલેકટ્રિકની પેરેન્ટ કંપની ઓલામાં પણ રોકાણ કર્યું છે.

આ પણ જુઓ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં આ રીતે ઉજવણી કરવામાં આવી

સોફ્ટ બેન્ક ઓલામાં સૌથી મોટુ રોકાણકાર છે
સોફ્ટ બેન્ક ઓલાની સૌથી મોટી રોકાણકાર છે. ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટીએ આ વર્ષે માર્ચમાં ટાઈગર ગ્લોબલ અને મેટ્રિક્સ ઈન્ડિયાના પ્રમુખ રોકાણકાર દ્વારા 400 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. ઓલા ઈલેક્ટ્રિકે ગત વર્ષે મિશન ઈલેક્ટ્રિકની જાહેરાત કરી હતી. તેનો હેતું 2021 સુધીમાં 10 લાખ ઈલેક્ટ્રિક વાહન તૈયાર કરવાનો છે. હાલ કંપની ચાર્જિંગ સોલ્યુશન્સ, બેટરી સ્વેપિંગ સ્ટેશન અને ટુ-ર્થી-ફોર વ્હીલર સેગમેન્ટમાં ઈલેકટ્રિક વાહન તૈયાર કરવા પર કામ કરી રહી છે.

business news ola