નાના રોકાણકારો ઇક્વિટી સ્કીમ્સ તરફ વળવા લાગ્યા

10 November, 2014 05:10 AM IST  | 

નાના રોકાણકારો ઇક્વિટી સ્કીમ્સ તરફ વળવા લાગ્યા


મ્યુચ્યુઅલ ફન્ડની ખાસ વાત-જયેશ ચિતલિયા


શૅરબજારની તેજીના તાલમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ આજકાલ શું કરે છે? એક તો રોકાણકારોને ઇક્વિટી સ્કીમ્સમાં વધુ રોકાણ કરવા સમજાવતાં રહે છે અને બીજું પોતે સતત સારા-વિકાસલક્ષી શૅરો શોધ્યા કરે છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સે તાજેતરમાં જે-જે સેક્ટરમાં તેજી થઈ રહી છે અથવા તેજીનો અવકાશ વધી રહ્યો છે એ સેક્ટર પર ધ્યાન કેãન્દ્રત કર્યું છે. જો નાના રોકાણકારો પોતે અત્યારના સંજોગોમાં કયા શૅરો ખરીદવા એ વિશે મૂંઝવણમાં રહેતા હોય તો તેઓ મ્યુચ્યુઅલ ફન્ડ્સને ફૉલો કરી શકે છે; જેમની પાસે પોતાની પ્રોફેશનલ ટીમ છે, રિસર્ચ છે અને મોટું ભંડોળ છે. અલબત્ત, શૅરોમાં સીધું રોકાણ કરવામાં મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમ કરતાં વધુ ઊંચો લાભ મળતો હોય છે, પરંતુ જોખમ પણ ઊંચું જ રહે છે. એટલે નાના-સામાન્ય રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમ્સ બહેતર અને વાજબી રહી શકે છે.


કન્ઝમ્પ્શન ટ્રેન્ડ : સેક્ટર સ્પેસિફિક


તાજેતરના સમયમાં UTI, મિરાઈ, બિરલા સન લાઇફ અને રિલાયન્સ મ્યુચ્યુઅલ ફન્ડ જેવાં ફન્ડ્સની કન્ઝમ્પ્શન સ્કીમ્સના અભિગમને કારણે આવી યોજનાઓમાં છેલ્લાં ત્રણ વરસમાં સરેરાશ બાવીસ ટકા જેવું વળતર છૂટયુ છે. ફન્ડ્સ જેમાં હાલ વધુ ને વધુ વપરાશ થઈ રહ્યો છે એવાં સેક્ટર્સની સ્ક્રિપ્સ પસંદ કરે છે. અત્યાર સુધી ગ્રામ્ય વપરાશનું પ્રમાણ વધુ હતું, હવે શહેરી કન્ઝમ્પ્શનનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. ખાસ કરીને યુવા વસ્તીને લીધે આમ થઈ રહ્યું હોવાનું નોંધાયું છે. આ કન્ઝમ્પ્શન થીમમાં ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, ઑટોમોબાઇલ્સ, એન્ટરટેઇનમેન્ટ, હાઉસિંગ, પેઇન્ટ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને સિમેન્ટ સેક્ટરનો સમાવેશ છે. બદલાતી લાઇફ-સ્ટાઇલને કારણે પણ આ કન્ઝમ્પ્શન થીમ વ્યાપક બની રહી છે. આ થીમની ફ્લેક્સિબિલિટી એવી છે કે ફન્ડ એમાં સમયાંતરે ફેરબદલ પણ કરી શકે છે. જ્યાં વૅલ્યુએશન વધુ આકર્ષક થાય ત્યાં શિફ્ટ થઈ જવાય છે. યુવા વર્ગમાં ઇન્કમ લેવલના સુધારાની અસર પણ અહીં જોવા મળે છે.


ડેટમાંથી ઇક્વિટી સ્કીમ્સ તરફ પ્રયાણ


શૅરબજારની તેજીને કારણે સપ્ટેમ્બરમાં એવું જોવા મYયું છે કે ડેટ-મની માર્કેટ સાધનોવાળી સ્કીમ્સમાંથી રોકાણકારોએ આશરે ૬૭,૦૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ છૂટી કરીને ઇક્વિટી તરફ વાળી દીધી છે. મહત્તમ સલામતી પસંદ કરતા આ રોકાણકારોને હવે ઇક્વિટીમાં જોખમ વધારવાનું મન થઈ રહ્યું છે. ઑક્ટોબરની તેજીએ આ વિચારને વધુ વેગ આપ્યો છે. શૅરબજારમાં સીધા રોકાણનું જોખમ ન લેવા માગતા રોકાણકારો માટે આ બહેતર છે. અહીં એ નોંધવું પણ મહત્વનું છે કે વર્તમાન સંજોગોમાં કયા શૅર કયા ભાવે લેવા એ ન સૂઝતું હોય તો મ્યુચ્યુઅલ ફન્ડની ઇક્વિટી સ્કીમ્સનો માર્ગ વધુ સારો અને સલામત છે. જોકે આ માટે પણ રોકાણકારે સમય આપવો જોઈશે. કમસે કમ ત્રણેક વરસનો સમયગાળો ધીરજ સાથે પસાર કરવો જોઈશે

.
ઇન્ફ્લેશન ઇન્ડેક્સ્ડ બૉન્ડ્સ


દરમ્યાન તાજેતરમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફન્ડે ઇન્ફ્લેશન ઇન્ડેક્સ્ડ બૉન્ડ્સ બહાર પાડ્યાં છે, જેનું લક્ષ્ય મોંઘવારી સામે ઊંચું વળતર આપવાનું છે. ચીજવસ્તુઓના ભાવવધારા સામે જેઓ હેજ કરવા ચાહતા હોય તેવા ઓછી કે મધ્યમ રિસ્ક-પ્રોફાઇલ ધરાવતા ઇન્વેસ્ટરો માટે આ બૉન્ડ છે. આ ફન્ડ ઓપન એન્ડેડ ડેટ ફન્ડ છે અને એનું રોકાણ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ્ડ સિક્યૉરિટીઝમાં કરવામાં આવશે. ફિક્સ્ડ ડિપોઝિટમાં મળતું વળતર નિયત (ફિક્સ) હોવાથી એ ઘણી વાર વાસ્તવિક વળતર કરતાં ઓછું રહે છે, જ્યારે ઇન્ફ્લેશન ઇન્ડેક્સ્ડ બૉન્ડ્સ ઇન્ફ્લેશનના રેટને ધ્યાનમાં રાખીને એ કરતાં સહજ ઊંચું વળતર ઑફર કરીને ઇન્ફ્લેશન રેટ સાથે બદલાતું રહે છે. સોનામાં રોકાણ કરનારને નિયમિત વળતર મળતું નથી. એ વેચવામાં આવે તો જ ખરીદીના ભાવને આધારે એનું વળતર ઊપજે. બાકી તો સોનું ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટ ગણાય. એની સામે પણ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ્ડ બૉન્ડ્સ ઓછું જોખમ લેવા માગતા રોકાણકારોને બહેતર વળતર ઑફર કરી શકે છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા આ પ્રકારનાં બૉન્ડ્સને પ્રમોટ કરવા માગે છે. આ ફન્ડ એનું ૭૦ ટકાથી ૧૦૦ ટકા સુધીનું રોકાણ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ્ડ સિક્યૉરિટીઝમાં અને ૩૦ ટકા સુધીનું રોકાણ મની માર્કેટનાં સાધનો અને લિક્વિડ ફન્ડ્સ-ડેટ સાધનોમાં કરે છે.

BSE પર હવે ગ્રાહકના અકાઉન્ટમાં સીધાં યુનિટ્સ જમા થશે

BSE (બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ) પર ચાલતા મ્યુચ્યુઅલ ફન્ડના વ્યવહારો માટેના ખાસ સેગમેન્ટ BSE સ્ટાર પ્જ્માં હવે એક્સચેન્જે રોકાણકારો માટે એક ખાસ સુવિધા લાગુ કરી છે. અગાઉ રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડનાં યુનિટ્સ આ સેગમેન્ટમાં બ્રોકર મારફત ખરીદતા ત્યારે યુનિટ્સ સૌપ્રથમ બ્રોકરના પુલ અકાઉન્ટમાં જમા થતા હતા અને એ પછી બ્રોકર એને રોકાણકારના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો. હવે નવી સુવિધા મુજબ રોકાણકારે ખરીદેલાં યુનિટ્સની ડિલિવરી સીધી રોકાણકારના ડીમૅટ અકાઉન્ટમાં થશે. ગ્લ્ચ્ના આ સેગમેન્ટ પર ૩૮ ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓની ૪૦૦૦ જેટલી સ્કીમ્સ ઉપલબ્ધ છે. એમાં રોજના ૫૫૦૦ ઑર્ડર્સ અહીં પ્રોસેસ થાય છે.

રીટેલ ઇન્વેસ્ટરોની સંખ્યા વધી

શૅરબજારમાં ચાલી રહેલી આ તેજીને લીધે આ એપ્રિલથી સપ્ટેમ્બરના છ મહિનામાં મ્યુચ્યુઅલ ફન્ડના રીટેલ રોકાણકારોની સંખ્યા ૪.૬ ટકા વધી છે. એમાં ઇક્વિટી સ્કીમ્સમાં વધુ લોકો જોડાયા છે એવું અગ્રણી રેટિંગ અને રિસર્ચ એજન્સી ક્રિસિલે જણાવ્યું છે અને એ માર્ચ ૨૦૦૯ બાદ સૌથી વધુ છે. અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઑફ ઇન્ડિયાના ડેટા મુજબ મ્યુચ્યુઅલ ફન્ડમાં રીટેલ ર્પોટફોલિયોની સંખ્યા ૧૬.૬ લાખ વધી છે. સપ્ટેમ્બર ૨૦૧૪ના અંતે રીટેલ ઇન્વેસ્ટરોનો ર્પોટફોલિયો ૩.૮૦ કરોડ પર પહોંચી ગયો છે, જે કુલ ર્પોટફોલિયોના ૯૬ ટકા જેટલો છે. આમ તેજીના ટ્રેન્ડને કારણે રોકાણકારોનો વધુ ને વધુ પ્રવાહ મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓ તરફ વહી રહ્યો છે.