નાના વેપારીઓને મળી મોટી રાહતઃ 40 લાખ સુધીના ટર્નઑવરને GSTમાંથી મુક્તિ

10 January, 2019 03:59 PM IST  | 

નાના વેપારીઓને મળી મોટી રાહતઃ 40 લાખ સુધીના ટર્નઑવરને GSTમાંથી મુક્તિ

જેટલીએ આપી નાના વેપારીઓને રાહત

GST કાઉન્સિલની 32મી બેઠક બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ જાહેરાત કરી કે કંપોઝિશન સ્કીમની સીમાને વધારીને દોઢ કરોડ કરી દેવામાં આવી છે. જે વેપારીઓ કંપોઝિશન સ્કીમમાં આવે છે તેમણે ક્વાર્ટર પ્રમાણે ટેક્સ ભરવો પડશે, જો કે રીટર્ન તેમણે એક જ વાર ભરવું પડશે. સાથે જ કેરલ માટે એક ટકા આપદા ટેક્સને પણ મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ પૂર્વ CM શીલા દીક્ષિતને મળી દિલ્હી કૉંગ્રેસની કમાન

જેટલીએ એ પણ જાહેરાત કરી કે નાના વેપારીઓ માટે ટેક્સમાં છૂટની સીમા 20 લાખથી વધારીને 40 લાખ કરવામાં આવી છે. તો કંપોઝિશન સ્કીમની નવી સીમા એક એપ્રિલથી લાગૂ પડશે.

goods and services tax arun jaitley