ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં ટૂંકા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય

07 October, 2011 07:24 PM IST  | 

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં ટૂંકા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય

 

૩૦ જૂન ૨૦૧૧ના અંતે પૂરા થયેલા ક્વૉર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૧૭૦.૭૬ કરોડ રૂપિયાથી ૨૮.૭૪ ટકા વધીને ૨૧૯.૮૪ કરોડ રૂપિયા થયો છે, જ્યારે કુલ આવક ૪૪૪.૪૯ કરોડ રૂપિયાથી ૪૮.૯૦ ટકા વધીને ૬૬૧.૮૪ કરોડ રૂપિયા થઈ છે. કંપનીની પ્રોડક્ટ્સ હાલમાં દેશના આશરે ૪૦ લાખ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે. કંપની એશિયા, આફ્રિકા અને અમેરિકામાં નવી કંપનીઓ હસ્તગત કરવાની યોજના ધરાવે છે. હાલમાં કંપનીના કુલ વેચાણમાં રૂરલ માર્કેટ્સનો ફાળો ૩૦ ટકા છે. જીસીપીએલ ભારતમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં વાજબી કિંમતે પ્રોડક્ટ્સ ડેવલપ કરીને તેની હાજરી નોંધાવવા પ્રયત્ન કરી રહી છે.

કંપનીએ અગાઉ જૂન ૨૦૧૧માં આફ્રિકન હેર કૅર કંપનીમાં ૫૧ ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. આ ઉપરાંત કંપની હેરકૅર બિઝનેસના વિસ્તરણ માટે વેસ્ટ એશિયા અને આફ્રિકાની કંપની હસ્તગત કરે એવી અટકળો છે તેમ જ કંપની બેબીકૅર અને ફેમિનીન હાઇજીન પ્રોડક્ટ્સના ક્ષેત્રમાં પ્રવેશવાની યોજના ધરાવે છે.


ભારતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારની આર્થિક સ્થિતિમાં સુધારો થવાથી લોકોની ખરીદશક્તિમાં વધારો નોંધાયો છે. પરિણામે દેશનું એફએમસીજી માર્કેટ ઝડપી ગતિએ વિકસી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં વિસ્તરણને કારણે આગામી ક્વૉર્ટરમાં કંપનીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળે એવી શક્યતા છે. એ માટે કંપનીની બોર્ડ મીટિંગ ૨૧ ઑક્ટોબરે મળશે અને જો કાંઈ બીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર થાય તો એ માટે બીજી નવેમ્બરની રેકૉર્ડડેટ પણ ફિક્સ કરાઈ છે. સ્પેશ્યલિટી કેમિકલની વધતી ડિમાન્ડને કારણે જીસીપીએલના માર્જિનમાં સુધારો જોવા મળશે. ટૂંકા ગાળા માટે ૫૦૦ રૂપિયાના લક્ષ્ય સાથે રોકાણ કરી શકાય.

ભલામણ - ખરીદો
વર્તમાન ભાવ - ૪૦૧.૭૦ રૂપિયા
લક્ષ્ય -૫૦૦ રૂપિયા