FMCG અને બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું

19 September, 2022 04:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

BSE પર કુલ 3737 શેરનું ટ્રેડિંગ થયું હતું, જેમાં 1675 શેર વધીને અને 1933 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા

પ્રતીકાત્મક તસવીર

ગત સપ્તાહની નિરાશા બાદ આ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર જોરદાર ઉછાળા સાથે બંધ થયું છે. સેન્સેક્સ ફરી 59,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. આજના કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથે 59,141 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 91 પોઈન્ટના ઉછાળા સાથે 17,622 પોઈન્ટ પર બંધ થયો હતો.

BSE પર કુલ 3737 શેરનું ટ્રેડિંગ થયું હતું, જેમાં 1675 શેર વધીને અને 1933 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. 129 શેરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આજના ટ્રેડિંગ સેશનમાં 353 શેરમાં ઉપલી સર્કિટ હતી જ્યારે 249 શેર નીચલી સર્કિટ સાથે બંધ થયા હતા. શેરબજારની માર્કેટ મૂડી ઘટીને રૂા. 280.51 લાખ કરોડ થઈ ગઈ છે.

સોમવારના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ સેક્ટર, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મીડિયા અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં વધારો થયો હતો, જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, મેટલ્સ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો. સ્મોલ કેપ અને મિડ કેપ ઈન્ડેક્સ પણ લાલ નિશાનમાં બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 34 શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા, બાકીના 16 શેરો ઘટ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 20 શેર જ લીલા નિશાનમાં બંધ થયા છે, બાકીના 10 શેર લાલ નિશાનમાં બંધ થયા છે.

આજે ટ્રેડિંગ સેશનમાં મહિન્દ્રા 3.43 ટકા, બજાજ ફાઇનાન્સ 2.92 ટકા, HUL 2.08 ટકા, SBI 1.94 ટકા, નેસ્લે 1.83 ટકા, બજાજ ફિનસર્વ 1.71 ટકા, HDFC 1.61 ટકા, ITC 1.25 ટકા.
ઘટતા શેરો પર નજર કરીએ તો, ટાટા સ્ટીલ 2.56 ટકા, NTPC 1.04 ટકા, ICICI બેન્ક 0.77 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.59 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ 0.55 ટકા, પાવર ગ્રીડ 0.40 ટકા, લાર્સન 0.40 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

આ પણ વાંચો: ભારતીય શૅરબજારની ચાલ ગ્લોબલ હાલ-હવાલ નક્કી કરે એવા સંજોગ

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex