શેરબજારમાં ફરી હાહાકાર: એક જ મહિનામાં બીજી વાર Lower Circuit

23 March, 2020 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શેરબજારમાં ફરી હાહાકાર: એક જ મહિનામાં બીજી વાર Lower Circuit

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ સોમવારે ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું

કોરોના વાયરસ (COVID-19) નો ડર જાણે રોકાણકારો પર હાવી થઈ રહ્યો હોય તેવું લાગે છે. અઠવાડિયાના પહેલા દિવસે જ શેરબજારમાં હાહાકાર મચી ગયો છે. ભારતીય શૅર બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. એક જ મહિનામાં બીજી વાર Lower Circuit લાગ્યું હતું અને ત્યાર બાદ અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) માં Pre-Open કારોબાર શરૂ થયો હતો. આજે સવારે 9.57 એ લૉઅર સર્કિટ લાગ્યું હતું.

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ સોમવારે ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. એનએસઈ નિફ્ટી 8,000 થી નીચે ખુલ્યો હતો અને સેન્સેક્સ 8.77 ટકા તુટયો હતો. આજે સવારે જે રીતે શરૂઆતમાં કારોબારમાં ઘટાડો થઈ રહ્યો હતો ત્યારે એમ લાગતું હતું કે શેર બજારમાં લૉઅર સર્કિટ લાગવાનું છે અને 9.57 એ લોઅર સર્કિટ લાગતા કારોબાર થોભી ગયો હતો. બીએસઈનો સેન્સેક્સ 10 ટકા ઘટયો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી 9.63 અંક તુટયો હતો. આ મહિને બીજી વાર બજારમાં લોઅર સર્કિટ લાગ્યું હતું.

લોઅર સર્કિટનો સમય વિત્યા પછી શરૂ થયેલા કારોબારમાં  બીએસઈ સેનસેક્સ 11.52 ટકા એટલે કે 3,447.20 અંક તુટીને 26,468.76 પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી 11.17 ટકા એટલે 977.25 અંક ઘટીને 7,768.20 પર કારોબાર ચાલતો હતો.

national news business news bombay stock exchange sensex nifty