શૅરબજાર ૨૧ કંપનીઓના શૅર્સનું ટ્રેડિંગ સસ્પેન્ડ કરશે

22 September, 2012 06:55 AM IST  | 

શૅરબજાર ૨૧ કંપનીઓના શૅર્સનું ટ્રેડિંગ સસ્પેન્ડ કરશે

જે કંપનીઓ ૩ ઑક્ટોબર પહેલાં લિસ્ટિંગ ઍગ્રીમેન્ટના નિયમોનું પાલન કરશે એમનું ટ્રેડિંગ પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. જે કંપનીઓ ૩ ઑક્ટોબર પહેલાં પાલન નહીં કરે એમના શૅર્સનું ટ્રેડિંગ નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવશે.

જે ૨૧ કંપનીઓનું ટ્રેડિંગ સસ્પેન્ડ કરવામાં આવશે એની યાદી જોઈએ : એજીએલ ઇન્ફોટેક, બાલા ટેક્નો ઇન્ડસ્ટ્રીઝ, બોસ્ટન બાયો સિસ્ટમ્સ, ચિસેલ ઍન્ડ હેમર (મોબેલ) લિમિટેડ, સાયબરમેટ ઇન્ફોટેક, ડોલ્ફિન મેડિકલ સર્વિસિસ, હીરા ઇસ્પાત, જેમ્સ હોટેલ્સ, નેકસૉફ્ટ ઇન્ફોટેક, પર્લ એન્જિનિયરિંગ પૉલિમર્સ, રજત ફાઇનૅન્સ, રાસ એક્સ્ટ્રુઝન્સ, રાસ પ્રોપેક લિમિટેડ, રસેલ ઍગ્રો ટેક, સંગલ પેપર્સ, સપન કેમિકલ્સ, શિવા સિમેન્ટ, શ્રી ગંગ ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ અલાઇડ પ્રોડક્ટ્સ, ટાઇટન ટ્રેડિંગ ઍન્ડ એજન્સીઝ, વેક્સ હાઉસિંગ ફાઇનૅન્સ કૉર્પોરેશન અને વિનસ શુગર.