અનિલ અંબાણીને મોટો ઝટકો, NCLATના 260 crની રકમ અંગે સૂચના આપવાનો ઈનકાર

16 March, 2019 04:36 PM IST  | 

અનિલ અંબાણીને મોટો ઝટકો, NCLATના 260 crની રકમ અંગે સૂચના આપવાનો ઈનકાર

અનિલ અંબાણી

ટીવી રિપોર્ટ્સ મુજબ રિલાયન્સ કમ્યુનિકેશન્સની યાચિકા પર નિર્ણય લેતા એનસીએલએટીએ એરિક્સનને રૂ. 260 કરોડના ટેક્સ રિફંડની રકમ આપવા બદલ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઈ) ને કોઈ દિશા આપવાનો ઇનકાર કર્યો છે.

એનસીએલટીએ જણાવ્યું હતું કે "કોઈ પણ પાર્ટીને અન્ય પાર્ટીઓ સાથે સેટલમેન્ટ માટે કોઈ સૂચના આપી શકાય નહીં."

એનસીએલએટીના આ નિર્દેશ બાદ અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી શકે છે.

સુપ્રીમ કોર્ટ તરફથી ચાર સપ્તાહની અંદર દેવું ચૂકવવાના આદેશ બાદ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (Rcom)એ બેન્કોથી કંપનીના ટેક્સ રિફ્નડની 260 કરોડ રૂપિયાની રકમ સીધા એરિક્શનને લાગુ કરવાની અપિલ કરી હતી.

સુપ્રીમ કોર્ટે રિલાયન્સ કમ્યુનિકેશન્સના ચેરમેન અનિલ અંબાણીને દોષિત કરાર ઠરાવતા ચાર અઠવાડિયાની અંદર એરિક્શનની 453 કરોડ રૂપિયાની બાકી રકમનું ભુગતાન કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જો આવું કરવામાં નિષ્ફળ રહ્યા, તો તમને ત્રણ મહિના માટે જેલ જવું પડી શકે છે.

એરિક્શને 550 કરોડ રૂપિયાની બાકી રકમ નહીં ચૂકવવાના મામલામાં અનિલ અંબાણી, રિલાયન્સ ટેલીકૉમના ચેરમેન સતીશ શેઠ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલના ચેરપર્સન છાયા વિરાની અને એસબીઆઈના ચેરમેનના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અવગણનાની યાચિકા દાખલ કરી હતી.

anil ambani reliance