અંબાણીઓના બંધુત્વથી બજારમાં ખુશી

03 November, 2011 10:01 PM IST  | 

અંબાણીઓના બંધુત્વથી બજારમાં ખુશી

 

(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)


ઑટો આંક ડાઉન

બીએસઈમાં ઑટો ઇન્ડેક્સ ૦.૪૪ ટકા ઘટી ૯૨૪૮.૬૮ થયો હતો. હીરો મોટોકૉર્પ ઉપરાંત ક્યુમિન્સ ઇન્ડિયાએ ૨.૫૪ ટકાના ઘટાડે ૩૮૨.૧૫ બંધ આપી ઘટાડામાં વિશેષ યોગદાન આપ્યું હતું. અશોક લેલૅન્ડ બે ટકા વધી ૨૬.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો.

બૅન્કેક્સ પણ નરમ

બૅન્કેક્સ ૦.૩૪ ટકા ઘટી ૧૧,૨૩૮.૪૦ રહ્યો હતો. પંજાબ નૅશનલ બૅન્ક ૩.૪૫ ટકા ઘટી ૯૭૮.૫૦ બંધ રહ્યો હતો.

ઍડ્વાન્સ-ડિક્લાઇન્સ ઇક્વલ

મુંબઈ શૅરબજારમાં ટ્રેડ થયેલા ૨૯૫૮ શૅરોમાંથી ૧૩૯૪ વધ્યા હતા અને ૧૪૩૫ ઘટ્યા હતા. આમ ડિક્લાઇન્સનું પ્રમાણ ૪૮.૫૧ ટકા અને ઍડ્વાન્સનું પ્રમાણ ૪૭.૧૩ ટકા રહેતાં રેશિયો ક્લુલેસ હતો.

મહત્વનાં કંપની પરિણામો

આજે જાહેર થનારાં મહત્વનાં કંપની પરિણામોની યાદીમાં અશોક લેલૅન્ડ, જ્યુબિલન્ટ ફૂડ, સેઇલ, ટીવીએસ મોટર્સ, તાતા ટેલિસર્વિસિસ, સન ટીવી નેટવર્ક્સ, વ્હર્લપૂલ, મનપ્પુરમ ફાઇનૅન્સ, કેસોરામ ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત ગૅસ, એ. કે. કૅપિટલ, અસાહી સોંગવોન, જીએમએમ ફોડલર, હેટસન ઍગ્રો, લૅન્ડમાર્ક પ્રૉપર્ટીઝ, ન્યુલેન્ડ લૅબ, ઓમકાર સ્પેશ્યલિટીઝ, પ્રેસ્ટિજ એસ્ટેટ્સ, રવિકુમાર ડિસ્ટિલિયરીઝ, રૉયલ ઑર્કિડ, શેરોન બાયો, સોનાટા સૉફ્ટવેર, થિરુમલાઈ કેમિકલ્સ, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ, વિસુવિયસ ઇન્ડિયા, ઝેડએફ સ્ટિયરિંગ, વેલ કૉર્પ, એડીસી ઇન્ડિયા, ક્રોનિમેટ ઍલૉય્ઝ, ડી નોરા ઇન્ડિયા, ધુનસેરી પેટ્રોકેમ, અલકાર્ગો લૉજિસ્ટિક્સ, જેએસએલ સ્ટેઇનલેસ, જેએસએલ ઇન્ડસ્ટ્રીઝ, ગુડયર ઇન્ડિયા, નીલમલાઈ ઍગ્રો, શ્રી રાયલસીમા હાઇ સ્ટ્રેન્થ, કામા હોલ્ડિંગ્સ, રૂપા ઍન્ડ કંપની, એલકેપી ફાઇનૅન્સ વગેરેનો સમાવેશ થાય છે.

નવેમ્બરમાં એફઆઇઆઇનો મૂડ કેવો હશે?

ગયા ઑક્ટોબર મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા ૨૪૬૯ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરવામાં આવી છે, જેના કારણે ઑગસ્ટ તથા સપ્ટેમ્બર મહિનામાં નેટ વેચવાલી પછી હૅટ-ટ્રિક થતી અટકી છે. અગાઉના બે મહિનામાં તેમણે કુલ ૧૧,૩૬૦ કરોડ રૂપિયાની રોકડી કરી હતી. ચાલુ નવેમ્બર મહિનાની માર્કેટની ચાલ હવે પછી એમનો મૂડ કેવો રહે છે એના પર આધાર રાખશે. વર્ષ ૨૦૦૧થી ૨૦૧૦ સુધીના ૧૦ વર્ષ દરમ્યાન ૨૦૦૭ તથા ૨૦૦૮ને બાદ કરતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો હંમેશાં નવેમ્બર મહિનામાં નેટ બાયર રહ્યા છે. ઉક્ત અપવાદરૂપ વર્ષોમાં તેણે અનુક્રમે ૪૫૯૭ કરોડ રૂપિયા તથા ૨૮૨૦ કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી કરી હતી. ઉક્ત સમયગાળો સબ-પ્રાઇમ ક્રાઇસિસનો હતો એ ખાસ યાદ રહે. છેલ્લાં ૧૦ વર્ષ દરમ્યાન નવેમ્બર મહિનામાં એફઆઇઆઇની સૌથી મોટી લેવાલી ગત વર્ષે નવેમ્બર ૨૦૧૦માં ૧૮,૫૨૦ કરોડ રૂપિયાની રહી છે, જ્યારે વર્ષ ૨૦૦૧ લોએસ્ટ નેટ બાઇંગનું હતું. એ વર્ષે વિદેશી રોકાણકારોએ ૧૫૦ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી હતી.

એફઆઇઆઇની મામૂલી વેચવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ નેટ ૭.૭૮ કરોડની વેચવાલી કરી હતી. ૧૪૬૯.૨૮ કરોડનું બાઇંગ અને ૧૪૭૭.૦૬ કરોડનું સેલિંગ થયું હતું. ડોમેસ્ટિક નાણાસંસ્થાઓએ ૭૩૬.૫૦ કરોડ રૂપિયાની લેવાલી અને ૭૪૪.૨૯ કરોડ રૂપિયાની વેચવાલી કરતાં નેટ ધોરણે તેમની પણ ૭.૭૯ કરોડની નેટ વેચવાલી કરી હતી.

મુકેશ-અનિલ અંબાણી ધંધામાં ભાઈ-ભાઈ

પાંચ વર્ષ પછી અંબાણીબંધુઓ વચ્ચેના બંધુત્વનો બિઝનેસમાં આરંભ થયો હોવાના સમાચારથી અનિલ ગ્રુપના શૅરોમાં ખાસ્સી ખુશાલી આવી છે. ગઈ કાલે આર. કૉમ  ઇન્ટ્રા-ડેમાં આઠ ટકાથી વધુના ઉછાળા બાદ છેલ્લે સાડપાંચ ટકાની તેજીમાં ૮૧.૬૫ રૂપિયા બંધ હતો. રિલાયન્સ પાવર ચાર ટકા વધીને ૯૩.૫૦ રૂપિયા, રિલાયન્સ ઇન્ફ્રા સવાબે ટકા, રિલાયન્સ મિડિયા બે ટકા, રિલાયન્સ કૅપિટલ દોઢ ટકો વધેલા હતા. મુકેશ અંબાણીનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સવા ટકાના સુધારામાં ૮૭૧ રૂપિયા બંધ હતો. ઑટો શૅરોમાં દીપોત્સવી છતાં વેચાણના નબળા આંકડાનો વસવસો હતો. હૉન્ડા મોટોકૉર્પ ૨.૮ ટકાની નબળાઈમાં સેન્સેક્સ શૅરોમાં વસ્ર્ટ પર્ફોર્મર હતો. તાતા મોટર્સ, મારુતિ સુઝુકી, એક્સાઇઝ ઇન્ડસ્ટ્રીઝ, અપોલો ટાયર્સ, ક્યુમિન્સ ઇન્ડિયા જેવા ઑટો ઇન્ડેક્સના છ શૅર ઘટીને બંધ હતા. બૅન્કેક્સમાંય લગભગ આવો જ રંગ હતો.