કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑટો ઇન્ડેક્સમાં ઉછાળાને પગલે સેન્સેક્સમાં વૃદ્ધિ જોવા મળી

02 November, 2012 05:47 AM IST  | 

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑટો ઇન્ડેક્સમાં ઉછાળાને પગલે સેન્સેક્સમાં વૃદ્ધિ જોવા મળી



શૅરબજારનું ચલકચલાણું

શૅરબજારમાં ગઈ કાલે સુધારો આગળ વધ્યો હતો. જોકે સેન્સેક્સ અને નિફ્ટીમાં મર્યાદિત વૃદ્ધિ જોવા મળી હતી. તહેવારોની સીઝનને કારણે વેચાણમાં સુધારો થઈ રહ્યો છે એટલે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑટો ઇન્ડેક્સમાં જમ્પ નોંધાયો હતો. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ બુધવારના ૧૮,૫૦૫.૩૮ના બંધ સામે ગઈ કાલે ૧૮,૪૮૭.૯૦ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૮,૫૮૯.૧૩ અને ઘટીને નીચામાં ૧૮,૪૪૫.૧૮ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે ૫૬.૩૨ વધીને ૧૮,૫૬૧.૭૦ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૫૫.૮૧ વધીને ૬૬૨૧.૮૦ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૫૨.૩૦ વધીને ૭૦૪૧.૪૭ બંધ રહ્યો હતો. નિફ્ટી ૨૫.૩૫ વધીને ૫૬૪૫.૦૫ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૬૫૦ પૉઇન્ટ્સની નજીક બંધ આવ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

ગઈ કાલે મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ૧૧ વધ્યાં હતાં. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સૌથી વધુ ૩૮૬.૧૪ વધીને ૭૩૨૩.૮૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૬ના ભાવ વધ્યા હતા. ટાઇટન ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૯.૮૩ ટકા વધીને ૨૮૪.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. ટીટીકે પ્રેસ્ટિજનો ભાવ ૪.૬૯ ટકા અને વ્હર્લપુલ ઑફ ઇન્ડિયાનો ૩.૮૧ ટકા વધ્યો હતો.

ઑટો ઇન્ડેક્સ ૨૨૬.૩૭ વધીને ૧૦,૫૩૩.૬૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૯ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. તાતા મોટર્સનો ભાવ સૌથી વધુ ૪.૮૯ ટકા વધીને ૨૬૭.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. બજાજ ઑટોનો ભાવ ૧.૭૧ ટકા, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનો ૧.૬૬ ટકા અને હીરો મોટોકૉર્પનો ભાવ ૧.૪૦ ટકા વધ્યો હતો. મેટલ ઇન્ડેક્સ ૮૨.૭૧ વધીને ૧૦,૨૩૧.૮૨ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧માંથી ૯ કંપનીના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. જેએસડબ્લ્યુ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૩.૪૪ ટકા વધીને ૭૬૪.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. તાતા સ્ટીલનો ભાવ ૧.૪૧ ટકા અને હિન્દુસ્તાન ઝિન્કનો ૧.૨૭ ટકા વધ્યો હતો.

હેલ્થકૅર ઇન્ડેક્સ ૬૭.૦૫ વધીને ૭૬૮૭.૫૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૭ કંપનીમાંથી ૧૨ના ભાવ વધ્યા હતા. અરવિંદો ફાર્માનો ભાવ સૌથી વધુ ૭.૩૬ ટકા વધીને ૧૬૯.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. બાયોકૉનનો ભાવ ૪.૪૪ ટકા અને સિપ્લાનો ૩.૧૨ ટકા વધ્યો હતો.

એફએમસીજી ઇન્ડેક્સ સૌથી વધુ ૪૮.૮૭ ઘટીને ૫૬૩૮.૪૩

બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૭ કંપનીના ભાવ વધ્યા હતા. હિન્દુસ્તાન યુનિલિવરનો ભાવ સૌથી વધુ ૧.૮૪ ટકા ઘટીને ૫૩૭.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. તાતા ગ્લોબલનો ભાવ સૌથી વધુ ૬.૧૯ ટકા વધીને ૧૫૯.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. જ્યુબિલન્ટ ફૂડ્સનો ભાવ ૩૩૧ ટકા વધ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ૨૧ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. ભારતી ઍરટેલનો ભાવ સૌથી વધુ ૪.૪૧ ટકા વધીને ૨૮૦.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. સિપ્લાનો ભાવ ૩.૧૨ ટકા અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનો ૧.૬૬ ટકા વધ્યો હતો.

૩૮ કંપનીના શૅરના ભાવ ઊંચા લેવલે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૩૮ કંપનીના શૅરના ભાવ વધીને એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ત્રિભોવન ભીમજી ઝવેરી, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ, જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્ક, જ્યોતિ લૅબોરેટરીઝ, બજાજ ઑટો, ડિવીઝ લૅબોરેટરીઝ વગેરેનો સમાવેશ છે. ૧૧ કંપનીઓના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા.

આ કંપનીઓમાં ડેક્કન ક્રૉનિકલ હોલ્ડિંગ્સ, એમકે ગ્લોબલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ, ગુજરાત પીપાવાવ વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૬૭૩ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૧૬૨ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

તાતા ગ્લોબલ

તાતા ગ્લોબલ બેવરેજિસનો ભાવ ૬.૧૯ ટકા વધીને ૧૫૯.૫૫ બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૬૧.૧૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૫૧.૪૦ રૂપિયાના લેવલે બંધ રહ્યો હતો. ૨૪.૮૭ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૩.૯૦ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૧૫.૭૩ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. સેકન્ડ ક્વૉર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૭૬.૯૫ કરોડ રૂપિયાથી ૫૪.૭૦ ટકા વધીને ૧૧૯.૦૪ કરોડ રૂપિયા થયો છે. વેચાણ ૧૬૧૨.૦૩ કરોડ રૂપિયાથી વધીને ૧૮૪૨.૫૭ કરોડ રૂપિયા થયું છે.

થંગમયિલ જ્વેલરી

થંગમયિલ જ્વેલરીનો ભાવ ૧૧.૧૯ ટકા વધીને ૨૭૯.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૮૮ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૫૧.૫૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૪.૫૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૪૪ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૧.૬૫ લાખ શૅરનું કામકાજ થયું હતું.

કંપની મોટા પાયે વિસ્તરણની યોજના ધરાવે છે. સેકન્ડ ક્વૉર્ટરમાં કંપનીએ ત્રણ નવા સ્ર્ટોસ શરૂ કર્યા છે. આજે વધુ એક સ્ટોર શરૂ થશે. આગામી ૬થી ૮ મહિનામાં વધુ ૪ સ્ર્ટોસ ખોલવાનો પ્લાન છે. સ્ર્ટોસની કુલ સંખ્યા ૨૬ થશે.

ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ

ટાઇટન ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૯.૮૩ ટકા વધીને ૨૮૪.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૮૬.૯૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૬૦.૭૫ના સ્તરે પહોંચ્યો હતો. ૪૩.૯૫ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧.૩૦ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૧૫.૭૫ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. સેકન્ડ ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો ૨૧ ટકા વધીને ૧૮૦ કરોડ રૂપિયા થયો છે, જે ઍનલિસ્ટ્સની ૧૭૧ કરોડ રૂપિયાની અપેક્ષા કરતાં વધારે છે. આવક ૯ ટકા વધીને ૨૨૭૬ કરોડ રૂપિયા થઈ છે.

વિપ્રો લિમિટેડ

વિપ્રો લિમિટેડનો ભાવ ૩.૦૨ ટકા વધીને ૩૬૧.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૭૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૪૮.૮૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૨૪.૧૪ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧.૭૪ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૬.૭૦ લાખ શૅરનું કામકાજ થયું હતું. કંપની એના ત્રણ નૉન-આઇટી બિઝનેસ ડિવિઝનનું ડીમજર્ર કરવાનો પ્લાન ધરાવે છે.

મારુતિ સુઝુકી ઇન્ડિયા

મારુતિ સુઝુકી ઇન્ડિયાનો ભાવ ૧.૩૨ ટકા વધીને ૧૪૫૫.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન શૅરનો ભાવ વધીને ઊંચામાં છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલ ૧૪૬૫ રૂપિયાએ પહોંચ્યો હતો.

દિવસ દરમ્યાન ભાવ ઘટીને નીચામાં ૧૪૩૮.૧૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૩૯.૦૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૭૯ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૨.૬૯ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. ઑક્ટોબર ૨૦૧૧ની સરખામણીએ ઑક્ટોબર ૨૦૧૨માં કંપનીનું કુલ વેચાણ ૫૫,૫૯૫ વાહનોથી ૮૫.૫૦ ટકા વધીને ૧,૦૩,૧૦૮ વાહનો જેટલું થયું છે.

ગોદરેજ પ્રૉપર્ટીઝ

ગોદરેજ પ્રૉપર્ટીઝનો ભાવ ૩૯૬ ટકા વધીને ૬૦૩.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૬૧૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૫૮૭ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૪.૨૧ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક ૯૪૦૪ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૬૯,૫૦૩ શૅરનાં કામકાજ થયાં હતાં.

સેકન્ડ ક્વૉર્ટરમાં કંપનીની કામગીરી ઍનલિસ્ટ્સની અપેક્ષા કરતાં સારી રહી છે. ચોખ્ખો નફો ૭૪ ટકા વધીને ૩૩ કરોડ રૂપિયા અને કુલ આવક ૬૮ ટકા વધીને ૨૩૩ કરોડ રૂપિયા થઈ છે.

અરવિંદો ફાર્મા

અરવિંદો ફાર્માનો ભાવ ૭.૩૬ ટકા વધીને ૧૬૯.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૭૧.૪૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૫૯ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૨૦.૫૫ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૨.૧૬ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૧૨.૨૨ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. કંપનીની નવી ડ્રગને અમેરિકાની બજારમાં વેચાણ માટે મંજૂરી મળી છે. એને કારણે અમેરિકામાં કંપનીના વેચાણમાં વૃદ્ધિ થવાની અપેક્ષા છે.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી


મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૧૩૫.૬૮ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૮૦૧.૦૭ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૩૩૪.૬૧ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૮૪૬.૪૯ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૦૦૦.૩૭ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૧૫૩.૮૮ કરોડ રૂપિયા જોવા મળી હતી.

એફએમસીજી = ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ,

આઇટી = ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી,

એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર