બજાર કન્સોલિડેશનની સ્થિતિમાં ઑટો, હેલ્થકૅર ને મેટલમાં ઉછાળો

01 November, 2012 05:41 AM IST  | 

બજાર કન્સોલિડેશનની સ્થિતિમાં ઑટો, હેલ્થકૅર ને મેટલમાં ઉછાળો



શૅરબજારનું ચલકચલાણું


મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગઈ કાલે મંગળવારના ૧૮,૪૩૦.૮૫ની સામે ૧૮,૪૩૬.૭૯ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન એ વધીને ઊંચામાં ૧૮,૫૨૧.૬૨ અને ઘટીને નીચામાં ૧૮,૩૯૮.૪૮ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે ૭૪.૫૩ વધીને ૧૮,૫૦૫.૩૮ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૫૭.૩૫ વધીને ૬૫૬૫.૯૯ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૩૪.૪૩ વધીને ૬૯૮૯.૧૭ બંધ રહ્યો હતો. નિફ્ટી ૨૧.૮૦ વધીને ૫૬૧૯.૭૦ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૬૦૦ પૉઇન્ટની ઉપર બંધ આવ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીઓમાંથી ૧૯ના ભાવ વધ્યા હતા, જ્યારે ૧૧માં ઘટાડો થયો હતો. હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ પાંચ ટકા વધ્યો હતો. મારુતિ સુઝુકીનો ભાવ ૨.૯૯ ટકા, સિપ્લાનો ૨.૫૨ ટકા અને જિન્દાલ સ્ટીલનો ૨.૧૨ ટકા વધ્યો હતો.

૩૦ કંપનીઓના શૅરના ભાવ ટૉપ પર

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૩૦ કંપનીઓના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં સિનેમેક્સ ઇન્ડિયા, ડિવિઝ લૅબોરેટરીઝ, જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્ક, રિલેક્સો ફૂટવેઅર, ત્રિવેણી ટર્બાઇન, ટર્બોટેક એન્જિનિયરિંગ વગેરેનો સમાવેશ છે. ૨૧ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ધનુષ ટેક્નૉલૉજીઝ, એમકે ગ્લોબલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ, ગુજરાત પીપાવાવ, રેઇન કૉમોડિટીઝ, વરુણ ઇન્ડસ્ટ્રીઝ, વિનાયક પૉલિકોન વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૪૮૩ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૩૦૨ના ઘટuા હતા. માર્કેટબ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ

ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સનો ભાવ ૭.૯૪ ટકા વધીને ૪૨૬.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૩૨.૮૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૦૩.૨૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૨૧.૫૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૯૮ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૫.૦૯ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વૉર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં મોટી વૃદ્ધિ થઈ છે. ચોખ્ખો નફો ૫૭ કરોડ રૂપિયાથી ત્રણગણા જેટલો વધીને ૧૫૭ કરોડ રૂપિયા થયો છે. વેચાણ ૧૯ ટકા વધીને ૧૨૫૫ કરોડ રૂપિયા થયું છે.

જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્ક

જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્કનો ભાવ ૯.૪૦ ટકા વધીને ૧૨૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૨૩૯ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૧૨૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૨૦.૫૭ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૫૦૨૨ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૧,૭૧,૨૩૨ શૅરનાં કામકાજ થયાં હતાં. સેકન્ડ ક્વૉર્ટરમાં બૅન્કની કામગીરી ઍનલિસ્ટ્સની અપેક્ષા કરતાં સારી રહી છે. ચોખ્ખો નફો ૩૫ ટકા વધીને ૨૭૦ કરોડ રૂપિયા થયો છે. આવક ૨૯ ટકા વધીને ૧૫૯૨ કરોડ રૂપિયા થઈ છે. ગ્રોસ નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ ૧.૮૯ ટકાથી ઘટીને ૧.૫૯ ટકા અને નેટ નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ ૦.૨૨ ટકાથી ઘટીને ૦.૧૬ ટકા થઈ છે.

સેક્ટરલ ઇન્ડાઇસિસ


મુંબઈ શૅરબજારના ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૧૦માં વૃદ્ધિ થઈ હતી. ઑટો ઇન્ડેક્સ સૌથી વધુ ૧૫૭.૩૬ વધીને ૧૦,૩૦૭.૨૬ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૮ના ભાવ વધ્યા હતા. મારુતિ સુઝુકી ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૨.૯૯ ટકા વધીને ૧૪૩૬.૨૫ બંધ રહ્યો હતો. તાતા મોટર્સનો ભાવ ૨.૮૭ ટકા અને અશોક લેલૅન્ડનો ભાવ ૧.૯૬ ટકા વધ્યો હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૨૯.૦૭ વધીને ૭૬૨૦.૫૦ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૭માંથી ૧૫ કંપનીના ભાવ વધ્યા હતા. ગ્લેનમાર્ક ફાર્માનો ભાવ સૌથી વધુ ૭.૯૪ ટકા વધીને ૪૨૬.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. વૉકહાર્ટનો ભાવ ૩.૬૭ ટકા, ડિવિઝ લૅબોરેટરીઝનો ૩.૪૪ ટકા અને ઑપ્ટો સર્કિટ્સનો ભાવ ૩.૨૩ ટકા વધ્યો હતો. મેટલ ઇન્ડેક્સ ૧૨૦.૧૩ વધીને ૧૦,૧૪૯.૧૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧ કંપનીમાંથી ૭ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ પાંચ ટકા વધીને ૧૧૬.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. હિન્દુસ્તાન ઝિન્કનો ભાવ ૨.૯૬ ટકા, સેસાગોવાનો ૨.૧૬ ટકા અને જિન્દાલ સ્ટીલનો ૨.૧૨ ટકા વધ્યો હતો.

ટીવી ટુડે નેટવર્ક

ટીવી ટુડે નેટવર્કનો ભાવ ૧૪.૭૪ ટકા વધીને ૮૪.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૮૫.૪૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૭૪.૫૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૭.૬૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૨.૧૨ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૯.૨૯ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. આદિત્ય બિરલા ગ્રુપ કંપનીની હોલ્ડિંગ કંપની લિવિંગ મિડિયામાં અત્યારે ૨૭.૫૦ ટકા હિસ્સો ધરાવે છે. એ વધારીને ૫૧ ટકા કરવાના સમાચારને પગલે શૅરનો ભાવ વધ્યો હતો.

મારુતિ સુઝુકી

મારુતિ સુઝુકી ઇન્ડિયાનો ભાવ ૨.૯૯ ટકા વધીને ૧૪૩૬.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે ૧૪૪૩.૭૫ રૂપિયાએ પહોંચ્યો હતો. ઘટીને ભાવ નીચામાં ૧૩૮૧ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૩૬.૭૫ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૫૭ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૨.૫૮ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. સેકન્ડ ક્વૉર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ઍનલિસ્ટ્સની અપેક્ષા કરતાં વધારે થયો છે. ઍનલિસ્ટ્સનો અંદાજ હતો કે ચોખ્ખો નફો ૧૭૫ કરોડ રૂપિયા થશે. એની સામે નેટ પ્રૉફિટ ૨૨૭ કરોડ રૂપિયા થયો હતો. આગલા વર્ષે આ સમયગાળામાં ચોખ્ખો નફો ૨૪૦ કરોડ રૂપિયા થયો હતો

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૧૯૪.૦૨ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૯૪૫.૫૪ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૨૪૮.૪૮ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૦૩૮.૦૫ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૧૩૫.૯૦ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૯૭.૮૪ કરોડ રૂપિયા રહી હતી.

એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુંશનલ ઇન્વેસ્ટર