ડેરિવેટિવ્ઝના છેલ્લા દિવસે શૅરબજાર રેન્જબાઉન્ડ

26 October, 2012 05:57 AM IST  | 

ડેરિવેટિવ્ઝના છેલ્લા દિવસે શૅરબજાર રેન્જબાઉન્ડ



શૅરબજારનું ચલકચલાણું

ગઈ કાલે ઑક્ટોબર વાયદાનો છેલ્લો દિવસ હોવાથી અપેક્ષા મુજબ જ બજારમાં મર્યાદિત વધ-ઘટ જોવા મળી હતી. આ ઉપરાંત રિઝર્વ બૅન્ક મંગળવારે મૉનિટરી પૉલિસીનો રિવ્યુ કરશે એટલે ત્યાં સુધી રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. એને પગલે મંગળવાર સુધી બજાર રેન્જબાઉન્ડ રહેવાની અપેક્ષા છે.

સેન્સેક્સ મંગળવારના ૧૮,૭૧૦.૦૨ના બંધ સામે ગઈ કાલે ૧૮,૭૧૨.૧૪ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૮,૭૮૯.૯૨ અને ઘટીને નીચામાં ૧૮,૬૯૯.૦૭ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ૪૮.૬૧ વધીને ૧૮,૭૫૮.૬૩ બંધ રહ્યો હતો. મિડ-કૅપ ઇન્ડેક્સ ૧૦.૧૧ વધીને ૬૬૫૯.૨૦ અને સ્મૉલ-કૅપ ઇન્ડેક્સ ૧૨.૦૮ ઘટીને ૭૧૬૧.૪૧ બંધ રહ્યો હતો. નિફ્ટી ૧૩.૯૦ વધીને ૫૭૦૫.૩૦ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૭૦૦ પૉઇન્ટ્સની ઉપર બંધ આવ્યો છે.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે પાંચ વધ્યાં અને આઠ ઘટ્યાં હતાં. ઑટો ઇન્ડેક્સ સૌથી વધુ ૫૯.૩૧ વધીને ૧૨,૨૦૭.૨૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી પાંચના ભાવ વધ્યા હતા.

મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનો ભાવ સૌથી વધુ ૩.૫૯ ટકા વધીને ૮૭૫.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. હીરો મોટોકૉર્પનો ભાવ ૨.૩૬ ટકા વધ્યો હતો.

બૅન્કેક્સ ૪૬.૫૮ વધીને ૧૩,૩૪૦.૧૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૯ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. યસ બૅન્કનો ભાવ સૌથી વધુ ૪.૨૯ ટકા વધીને ૪૧૬.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. ઍક્સિસ બૅન્કનો ભાવ ૧.૫૨ ટકા અને યુનિયન બૅન્કનો ૧.૩૭ ટકા વધ્યો હતો. પંજાબ નૅશનલ બૅન્કનો ભાવ સૌથી વધુ ૧.૭૨ ટકા ઘટીને ૮૦૪.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો.

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩૯.૭૬ વધીને ૧૧,૩૫૩.૫૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯માંથી ૯ કંપનીના ભાવ વધ્યા હતા. થર્મેક્સનો ભાવ સૌથી વધુ ૩.૦૩ ટકા વધીને ૫૮૬.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. હેવેલ્સ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૪.૧૭ ટકા ઘટીને ૬૨૦.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો.

હેલ્થકૅર ઇન્ડેક્સ સૌથી વધુ ૨૭.૪૭ ઘટીને ૭૫૬૯.૬૬ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૭ કંપનીમાંથી ૧૦ના ભાવ ઘટ્યા હતા. અપોલો હૉસ્પિટલ્સનો ભાવ સૌથી વધુ ૩.૫૯ ટકા વધીને ૭૮૬ રૂપિયા બંધ રહ્યો હતો. વૉકહાર્ટનો ભાવ સૌથી વધુ ૩.૧૦ ટકા ઘટીને ૧૫૦૨.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો.

૪૦ શૅર સર્વોચ્ચ સ્તરે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૪૦ કંપનીઓના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના ઊંચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં યસ બૅન્ક, વૉકહાર્ટ, તાતા કૉફી, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, અપોલો હૉસ્પિટલ, બજાજ ફાઇનૅન્સ, આઇશર મોટર્સ વગેરેનો સમાવેશ છે.

૯ કંપનીના શૅર ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં બિરલા પૅસિફિક મેડસ્પા, ડેક્કન ક્રૉનિકલ હોલ્ડિંગ્સ, વિનાયક પૉલિકૉન વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૨૮૮ કંપનીના ભાવ વધ્યા હતા અને ૧૫૫૬ના ઘટ્યા હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

યસ બૅન્ક

યસ બૅન્કનો ભાવ ૪.૨૯ ટકા વધીને ૪૧૬.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૧૮.૫૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૦૦.૨૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૩૭.૯૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૨૨.૩૪ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૯.૨૬ લાખ શૅરનું કામકાજ થયું હતું. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા સેકન્ડ ક્વૉર્ટરમાં બૅન્કે પ્રોત્સાહક કામગીરી રજૂ કરી છે. ચોખ્ખો નફો ૨૩૫.૦૨ કરોડ રૂપિયાથી ૩૦ ટકા વધીને ૩૦૬.૦૮ કરોડ રૂપિયા થયો છે. આવક ૧૬૫૨.૭૦ કરોડ રૂપિયાથી વધીને ૭૨,૨૬૩.૧૩ કરોડ રૂપિયા થઈ છે.

કિંગફિશર ઍરલાઇન્સ

કિંગફિશર ઍરલાઇન્સનો ભાવ ૪.૮૧ ટકા વધીને ૧૦.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૦.૯૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૯.૯૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૯.૩૯ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં સરેરાશ દૈનિક ૫૧.૧૧ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૮૭.૪૩ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. કંપનીના મૅનેજમેન્ટે ગઈ કાલે જાહેરાત કરી હતી કે ઑક્ટોબરનો પગાર કંપની ક્રિસમસ પહેલાં કરી દેશે.

સન ટીવી નેટવર્ક

સન ટીવી નેટવર્કનો ભાવ ૩.૪૬ ટકા ઘટીને ૩૪૩.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૫૮.૨૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૩૯.૫૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૬.૭૯ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૭૧ લાખ શૅર્સના કામકાજ સામે ગઈ કાલે ૧.૯૭ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. કંપનીએ બિડિંગમાં આઇપીએલની હૈદરાબાદ ફ્રેન્ચાઇઝી જીતી છે. કંપનીએ ૮૫.૦૫ કરોડ રૂપિયાની પ્રાઇસ ક્વોટ કરી હતી.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીઓમાંથી ૧૬ના ભાવ વધ્યા હતા. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનો ભાવ સૌથી વધુ ૩.૫૯ ટકા વધીને ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝનો ભાવ સૌથી વધુ ૨.૦૩ ટકા ઘટીને ૧૬૯૬.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો.

એફઆઇઆઇની વેચવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૪૭૨૪.૩૬ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૫૨૭૫.૭૦ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૫૫૧.૩૪ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૦૬૧.૨૬ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૦૨૬.૫૩ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી માત્ર ૩૪.૭૩ કરોડ રૂપિયા જોવા મળી હતી.

ટીવી = ટેલિવિઝન, આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ, એફઆઇઆઇ = ફૉરેન ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર