મોટા પાયે વેચવાલીના પ્રેશરને પગલે શૅરબજારમાં થયો ઘટાડો

24 October, 2012 05:24 AM IST  | 

મોટા પાયે વેચવાલીના પ્રેશરને પગલે શૅરબજારમાં થયો ઘટાડો



શૅરબજારનું ચલકચલાણું

ગઈ કાલે મોટા પાયે વેચવાલીના દબાણને પગલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. અત્યારે બજારમાં વૃદ્ધિ થાય એ માટે એક પણ સ્થાનિક અથવા વૈશ્વિક પરિબળની હાજરી નથી. એને કારણે બજાર દિશાવિહોણી થઈ ગઈ છે. આ ઉપરાંત આવતી કાલે ડેરિવેટિવ્ઝમાં ઑક્ટોબરનો છેલ્લો દિવસ છે એટલે સાવચેતીનું વલણ જોવા મળી રહ્યું છે. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગઈ કાલે સોમવારના ૧૮,૭૯૩.૪૪ના બંધ સામે ૧૮,૮૦૩.૬૨ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૮,૮૧૨.૯૩ અને ઘટીને નીચામાં ૧૮,૬૮૯.૩૮ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે ૮૩.૪૨ ઘટીને ૧૮,૭૧૦.૦૨ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૧૫.૬૬ ઘટીને ૬૬૪૯.૦૯ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧૮.૧૬ ઘટીને ૭૧૭૩.૪૯ બંધ રહ્યો હતો. નિફ્ટી ૨૫.૭૫ ઘટીને ૫૬૯૧.૪૦ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૭૦૦ પૉઇન્ટ્સની નીચે બંધ આવ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

ગઈ કાલે મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ૧૨માં ઘટાડો જોવા મળ્યો હતો. માત્ર એક કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧૦૧.૩૦ વધીને ૧૧,૩૧૩.૭૮ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯માંથી ૮ કંપનીના ભાવ વધ્યા હતા. એઆઇએ એન્જિનિયરિંગનો ભાવ સૌથી વધુ ૩.૪૫ ટકા વધીને ૩૭૦.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. સુઝલોન એનર્જીનો ભાવ સૌથી વધુ ૩.૪૩ ટકા ઘટીને ૧૫.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ ૮૭.૨૦ ઘટીને ૧૦,૨૫૫.૭૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧ કંપનીમાંથી ૯ના ભાવ ઘટ્યાં હતા. જિન્દાલ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૨.૪૩ ઘટીને ૩૯૦.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. ઑટો ઇન્ડેક્સ ૮૨.૬૦ વધીને ૧૦,૧૪૭.૯૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૮ના ભાવમાં ઘટાડો થયો હતો. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૧૮ ટકા ઘટીને ૧૩૯.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૭૧.૩૩ ઘટીને ૭૨૨૮.૫૦ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૮ કંપનીના ભાવ ઘટ્યાં હતા. સી. મહિન્દ્ર એક્સપોર્ટનો ભાવ સૌથી વધુ ૪.૮૫ ટકા ઘટીને ૧૦૩ રૂપિયા બંધ રહ્યો હતો. રાજેશ એક્સર્પોટ્સનો ભાવ ૨.૦૫ ટકા ઘટ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ગઈ કાલે ૨૩ના ભાવ ઘટ્યાં હતા. જિન્દાલ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૨.૪૩ ટકા ઘટ્યો હતો. હીરો મોટોકૉર્પનો ભાવ ૧.૯૦ ટકા અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ૧.૫૬ ટકા ઘટ્યો હતો. એલ ઍન્ડ ટીનો ભાવ ૧.૯૧ ટકા વધીને ૧૭૦૦ રૂપિયા બંધ રહ્યો હતો.

પાયોનિયર ડિસ્ટીલરીઝ

પાયોનિયર ડિસ્ટીલરીઝનો ભાવ ૪.૯૯ ટકા ઘટીને ૪૫.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૮.૫૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૫.૬૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૦.૭૦ લાખ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું.છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૪૮૧૦ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૧૫૩૬ શૅરનું ટ્રેડિંગ થયું હતું. પ્રમોટર યુનાઇટેડ સ્પિરિટ્સે સ્ટેક સેલ માટે ફ્લોરપ્રાઇસ શૅરદીઠ ૩૮ રૂપિયાની નક્કી કરી છે, જે વર્તમાન બજારભાવ કરતાં ઓછા છે. વિજય માલ્યાની માલિકીની યુનાઇટેડ સ્પિરિટ્સ કંપનીની ઇક્વિટીમાં ૮૧.૯૯ ટકા હિસ્સો ધરાવે છે. એમાંથી ૯,૩૫,૯૮૨ ઇક્વિટી શૅર્સનું વેચાણ કરવાની દરખાસ્ત છે, જે કુલ ઇક્વિટીના ૭ ટકા જેટલા છે.

૩૯ કંપનીના શૅર સર્વોચ્ચ લેવલે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૩૯ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં વૉકહાર્ટ, જે. કે. સિમેન્ટ, કજરિયા સિરૅમિક્સ, એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ હોલ્ડિંગ્સ, અતુલ, બજાજ ફાઇનૅન્સ, આઇશર મોટર્સ, એચડીએફસી બૅન્ક વગેરેનો સમાવેશ છે. ૧૦ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં અનુસ લૅબોરેટરીઝ, ડેક્કન ક્રૉનિકલ હોલ્ડિંગ્સ, પાવર સૉફ્ટ ગ્લોબલ, સાબુ બ્રધર્સ વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૩૦૮ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૪૯૦ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ  રહી હતી.

એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ

એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ હોલ્ડિંગ્સનો ભાવ ૩.૨૪ ટકા વધીને ૫૫.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૫૬.૯૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૫૪.૧૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૧૬.૮૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું.

છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧૬.૩૦ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૩૦.૦૨ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં.

કંપનીએ ટૂ-વ્હીલર અને ઑટોમોબાઇલ લોન્સનું કામકાજ કરતી કંપની ફૅમિલી ક્રેડિટ લિમિટેડ ઍક્વાયર કરી છે. આ કંપનીની લોન બુક સાઇઝ ૧૨૮૭ કરોડ રૂપિયાની છે. ૧૬ રાજ્યોમાં એની ૫૩ બ્રાન્ચ છે.

એફઆઇઆઇની ખરીદી


મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૨૧૧.૧૦ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૯૫૮.૭૦ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૨૫૨.૩૯ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૬૫૮.૦૪ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૯૫૬.૯૩ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૨૯૮.૮૯ કરોડ રૂપિયા રહી હતી.

રિયલ્ટી શૅરો

સપ્ટેમ્બર ૨૦૧૨માં પૂરા થયેલા સેકન્ડ ક્વૉર્ટરમાં પ્રોત્સાહક કામગીરીને પગલે મિડ અને સ્મૉલ સાઇઝની રિયલ એસ્ટેટ કંપનીઓના શૅર્સના ભાવ વધ્યા હતા. પેનિન્સ્યુલા લૅન્ડનો ભાવ ૧૯.૯૩ ટકા વધીને ૭૦.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૭૦.૧૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૫૮ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. કોલ્તે પાટીલ ડેવલપર્સનો ભાવ ૭.૬૦ ટકા વધીને ૬૮.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૭૩.૮૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૬૪.૧૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. બિગ્રેડ એન્ટરપ્રાઇઝિસનો ભાવ ૮ ટકા વધીને ૭૧.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૭૬.૮૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૬૬.૧૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ગણેશ હાઉસિંગ કૉર્પોરેશનનો ભાવ ૧૩.૩૩ ટકા વધીને ૮૮.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૯૨.૯૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૭૭ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. પુરવનકરા પ્રોજેક્ટ્સનો ભાવ ૭.૦૩ ટકા વધીને ૭૮.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૮૪.૩૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૭૩.૮૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો.

અન્સલ હાઉસિંગ ઍન્ડ કન્સ્ટ્રક્શનનો ભાવ ૪.૪૪ ટકા વધીને ૫૧.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૫૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૯.૬૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. અન્સલ પ્રૉપર્ટીઝ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાવ ૫.૧૯ ટકા વધીને ૩૨.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૩.૭૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૧.૧૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ઑર્બિટ કૉર્પોરેશનનો ભાવ ૪.૭૧ ટકા વધીને ૫૭.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૫૯.૮૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૫૫.૧૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો.