બજારમાં જોવા મળેલો ઉછાળો ઇન્વેસ્ટરોએ ઊંચા લેવલે નફો બુક કરતાં ધોવાઈ ગયો

25 December, 2012 06:57 AM IST  | 

બજારમાં જોવા મળેલો ઉછાળો ઇન્વેસ્ટરોએ ઊંચા લેવલે નફો બુક કરતાં ધોવાઈ ગયો



શૅરબજારનું ચલકચલાણું

એશિયન બજારોમાં મક્કમ વલણને પગલે ગઈ કાલે ફન્ડ્સ અને રીટેલ ઇન્વેસ્ટરોની નવી ખરીદીને પગલે બજાર વધીને ખૂલી હતી. જોકે બાદમાં ઊંચા લેવલે પ્રૉફિટ બુકિંગને પગલે બજારમાં જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હતો.

મુંબઈ શૅૅરબજારનો સેન્સેક્સ શુક્રવારના ૧૯,૨૪૨ પૉઇન્ટ્સના બંધ સામે ગઈ કાલે ૧૯,૨૭૮ પૉઇન્ટ્સના સ્તરે ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન સેન્સેક્સ વધીને ઊંચામાં ૧૯,૩૪૭.૬૪ અને ઘટીને નીચામાં ૧૯,૨૩૭.૨૬ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે માત્ર ૧૩.૦૯ વધીને ૧૯,૨૫૫.૦૯ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૨૫.૧૯ વધીને ૭૦૨૨.૯૧ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨૩.૪૮ વધીને ૭૩૪૮.૯૯ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૮૬૯ પૉઇન્ટ્સના સ્તરે ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૫૮૭૧.૯૦ અને ઘટીને નીચામાં ૫૮૪૪.૭૦ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે માત્ર ૮.૦૫ વધીને ૫૮૫૫.૭૫ બંધ રહ્યો હતો. ચાલુ સપ્તાહમાં બજાર ચાર જ દિવસ ખુલ્લૂં રહેવાનું છે. આજે ક્રિસમસને કારણે રજા છે. આ ઉપરાંત ગુરુવારે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટનો છેલ્લો દિવસ હોવાથી રોકાણકારો સાવચેતી રાખી રહ્યા છે.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

ગઈ કાલે મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ૬ વધ્યાં હતા અને ૭માં ઘટાડો થયો હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ સૌથી વધુ ૬૫.૩૫ વધીને ૮૧૨૪.૯૬ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૭ કંપનીમાંથી ૧૦ના ભાવ વધ્યા હતા. ઇપ્કા લૅબોરેટરીઝનો ભાવ સૌથી વધુ ૬.૩૬ ટકા વધીને ૫૧૮.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. સ્ટ્રાઇડ્સ આર્કોલૅબ્સનો ભાવ ૪.૨૨ ટકા અને ગ્લેનમાર્ક ફાર્માનો ૪.૧૧ ટકા વધ્યો હતો. ઑપ્ટો સરકિટ્સનો ભાવ સૌથી વધુ ૨.૧૯ ટકા ઘટીને ૧૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. ઑટો ઇન્ડેક્સ ૫૧.૪૯ વધીને ૧૧,૩૦૪.૩૯ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૭ કંપનીના ભાવ ઘટ્યાં હતા. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૮૪ ટકા ઘટીને ૧૩૬.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. તાતા મોટર્સનો ભાવ સૌથી વધુ ૨.૪૪ ટકા વધીને ૩૦૬.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. આઇટી ઇન્ડેક્સ ૪૮.૮૪ વધીને ૫૬૭૨.૫૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૭ના ભાવ વધ્યા હતા. વિપ્રોનો ભાવ સૌથી વધુ ૧.૭૮ ટકા વધીને ૩૮૫.૭૫ બંધ રહ્યો હતો. ઇન્ફોસિસનો ભાવ ૧.૧૫ ટકા વધ્યો હતો. એમ્ફેસિસનો ભાવ સૌથી વધુ ૧.૪૦ ટકા ઘટીને ૩૭૮ રૂપિયા બંધ રહ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ૧૮ના ભાવ ઘટ્યાં હતા અને ૧૨માં વૃદ્ધિ થઈ હતી. જિન્દાલ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૧.૯૩ ટકા ઘટ્યો હતો. સનફાર્માનો ભાવ સૌથી વધુ ૧.૪૬ ટકા વધીને ૭૪૦.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો.

૭૩ શૅર સર્વોચ્ચ સ્તરે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૭૩ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં જે. કે. સિમેન્ટ, જે. કે. લક્ષ્મી સિમેન્ટ, જે. બી. કેમિકલ્સ, ઇપ્કા લૅબોરેટરીઝ, ગૃહ ફાઇનૅન્સ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ગ્લેનમાર્ક ફાર્મા વગેરેનો સમાવેશ છે. ૫૬ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં બેસિલ ફાર્મા, હિન્દુજા ફાઉન્ડરી, જેમિની કમ્યુનિકેશન્સ, પ્રદીપ ઓવરસીઝ, નિપ્પોન બૅટરીઝ, ઝુઆરી એગ્રો, સેમટેલ ઇન્ડિયા વગેરેનો સમાવેશ છે. મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૧૪૪૮ કંપનીના ભાવ વધ્યા હતા અને ૧૪૩૧ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

મેટલ શૅરો

મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ ૫૮.૮૩ ઘટીને ૧૦,૯૮૦.૩૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧ કંપનીમાંથી ૭ના ભાવમાં ઘટાડો થયો હતો. જિન્દાલ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૧.૯૩ ટકા ઘટીને ૪૪૫.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. સેઇલનો ભાવ ૧.૭૭ ટકા, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ૧.૫૮ ટકા અને સેસાગોવાનો ૧.૧૩ ટકા ઘટ્યો હતો.

ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ


ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સનો ભાવ ૪.૧૧ ટકા વધીને ૫૧૯.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ઊંચામાં ૫૨૭.૧૫ રૂપિયા અને નીચામાં ૫૦૪ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૧૬.૦૧ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું.

એફડીસી


ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરની કંપની એફડીસીનો ભાવ ૧૦.૭૬ ટકા વધીને ૯૭.૮૦  રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૦૫.૯૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૯૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૨૫.૦૬ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું.

લૅન્કો ઇન્ફ્રાટેક

લૅન્કો ઇન્ફ્રાટેકનો ભાવ ૭.૪૨ ટકા વધીને ૧૩.૪૬ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૩.૬૪ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૨.૭૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૧૨.૫૯ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું.

એફઆઇઆઇની ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૧૬૩૧.૩૯ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૧૭૧.૭૨ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૪૫૯.૬૭ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૫૪૨.૫૩ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૭૮૦.૭૯ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૨૩૮.૨૭ કરોડ રૂપિયા રહી હતી.

આઇટી = ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, સેઇલ - લ્ખ્ત્ન્ = સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ, ઓએનજીસી = ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન, એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર