મેટલ, ઑટોમાં ઉછાળો અને આઇટીમાં ગાબડું

18 December, 2012 06:24 AM IST  | 

મેટલ, ઑટોમાં ઉછાળો અને આઇટીમાં ગાબડું



શૅરબજારનું ચલકચલાણું

રિઝર્વ બૅન્ક આજે મૉનિટરી પૉલિસીનો રિવ્યુ કરશે એ અગાઉ ગઈ કાલે બજાર નૅરો રેન્જમાં રહી હતી. બજારની ચાલનો આધાર રિઝર્વ બૅન્કની આજની મૉનિટર પૉલિસીમાં વ્યાજદર બાબતે થનારી જાહેરાત પર રહેશે. ગઈ કાલે માર્કેટ નૅરો રેન્જમાં રહી હતી. આ ઉપરાંત ગઈ કાલે સરકારે અર્થતંત્રના વૃદ્ધિદરના અંદાજમાં ઘટાડાની જાહેરાત કરી હતી એને કારણે પણ બજારમાં સાવચેતીનું માનસ જોવા મળ્યું હતું. જોકે મિડ કૅપ શૅરોમાં રોકાણકારોનું આકર્ષણ રહ્યું હતું. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ શુક્રવારના ૧૯,૩૧૭.૨૫ સામે ગઈ કાલે ૧૯,૨૯૦.૯૨ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન સેન્સેક્સ ઊંચામાં ૧૯,૩૪૬.૭૮ અને ઘટીને નીચામાં ૧૯,૨૨૭.૮૭ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે ૭૨.૮૩ ઘટીને ૧૯,૨૪૪.૪૨ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૪૧.૪૨ વધીને ૭૦૪૦.૪૭ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૩૩.૬૧ વધીને ૭૩૮૭.૩૩ બંધ રહ્યો હતો. નિફ્ટી ૨૧.૭૦ ઘટીને ૫૮૫૭.૯૦ બંધ રહ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૭ વધ્યાં હતા, જ્યારે ૬માં ઘટાડો થયો હતો. મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ ૧૮૫.૭૧ વધીને ૧૦,૭૫૫.૬૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧માંથી ૧૦ કંપનીના ભાવ વધ્યા હતા. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૪.૦૬ ટકા વધીને ૧૧૭.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૩.૪૬ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલનો ૨.૯૬ ટકા, સેઇલનો ૨.૮૮ ટકા, સેસાગોવાનો ૨.૮૨ ટકા અને જિન્દાલ સ્ટીલનો ૨.૩૬ ટકા વધ્યો હતો. ઑટો ઇન્ડેક્સ ૭૪.૩૩ વધીને ૧૧,૨૩૬.૭૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૭ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. મારુતિ સુઝુકી ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૧.૭૦ ટકા વધીને ૧૪૯૯.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. બજાજ ઑટોનો ૧.૨૧ ટકા વધ્યો હતો. ભારત ફૉર્જનો ભાવ સૌથી વધુ ૧.૨૭ ટકા ઘટીને ૨૬૪.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૧.૧૭ ટકા ઘટuો હતો.

આઇટી શૅરો

આઇટી ઇન્ડેક્સ સૌથી વધુ ૬૮.૦૯ ઘટીને ૫૫૨૨.૦૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૭ કંપનીના ભાવ ઘટ્યાં હતા. ટીસીએસનો ભાવ સૌથી વધુ ૨.૮૩ ટકા ઘટીને ૧૨૦૫.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. હેક્ઝાવેર ટેક્નૉલૉજીઝનો ભાવ ૨.૦૮ ટકા ઘટuો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ૧૬ના ભાવ વધ્યા હતા અને ૧૪ના ઘટ્યાં હતા. ભારતી ઍરટેલનો ભાવ સૌથી વધુ ૩.૬૯ ટકા ઘટીને ૩૦૦.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૩.૪૬ ટકા અને જિન્દાલ સ્ટીલનો ૨.૩૬ ટકા વધ્યો હતો.

૩૫ શૅર્સ ટૉપ પર

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૩૫ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ, વ્હીલ્સ ઇન્ડિયા, વીકેએસ પ્રોજેક્ટ્સ, ઑરેકલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સૉફ્ટવેર, પિરામલ લાઇફ સાયન્સિસ, શ્રી સિમેન્ટ, બજાજ ઑટો, મહારાષ્ટ્ર સ્કૂટર્સ, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર વગેરેનો સમાવેશ છે. ૧૨ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ડાયનાકૉન્સ ટેક્નૉલૉજીઝ, માર્સ સૉફ્ટવેર, પ્રદીપ ઓવરસીઝ વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૫૪૦ કંપનીઓના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૩૫૦ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

જેટ ઍરવેઝ

જેટ ઍરવેઝ (ઇન્ડિયા)નો ભાવ ૨.૩૫ ટકા વધીને ૬૨૩.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૬૩૬.૭૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૬૧૧ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૧૧૧.૨૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧૭.૪૪ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૧૭.૭૯ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. અબુ ધાબીની એતિહાદ ઍરવેઝ કંપનીની ઇક્વિટીમાં હિસ્સો ખરીદવાના સમાચારે શૅરનો ભાવ વધુ વધ્યો હતો. સતત પાંચ દિવસથી કંપનીના શૅરનો ભાવ વધી રહ્યો છે.

પૅનેસિયા બાયોટેક


પૅનેસિયા બાયોટેકનો ભાવ ૭.૦૯ ટકા વધીને ૧૨૨.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૨૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૧૬.૬૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૫૦.૫૦ લાખ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૨૨૪૪ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૪૧,૩૯૯ શૅરનું ટ્રેડિંગ થયું હતું. કંપનીને સરકાર તરફથી ઓરલ પોલિયોવેક્સિન સપ્લાય કરવાનો ૧૮૮ કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે. આ ઑર્ડર મે ૨૦૧૩ સુધી પૂરો કરવાનો છે.

ફૉર્ટિસ હેલ્થકૅર

ફૉર્ટિસ હેલ્થકૅરનો ભાવ ૭.૦૨ ટકા વધીને ૧૧૬.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૧૯.૫૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૧૨.૧૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૯.૧૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૯૮ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૭.૮૪ લાખ શૅરનું કામકાજ થયું હતું. કંપની ઑસ્ટ્રેલિયાની ડેન્ટલ કૉર્પોરેશન હોલ્ડિંગ્સમાંથી ૬૪ ટકા ઇક્વિટીનું વેચાણ યુરોપની બુપા કંપનીને ૧૫૫૪ કરોડ રૂપિયામાં કરવાનો પ્લાન ધરાવે છે.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૩૫૫૧.૬૮ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૬૬૫ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૮૮૬.૬૮ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૮૫૩.૯૪ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૫૪૪.૨૬ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૬૯૦.૩૨ કરોડ રૂપિયા જોવા મળી હતી.

જેએસડબ્લ્યુ = જિન્દાલ સ્ટીલ વર્ક્સ

સેઇલ = સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા

આઇટી = ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી

ટીસીએસ = તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ

એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર