ફુગાવો વધવાથી વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા નાબૂદ થવાથી બજારમાં ઘટાડો

13 December, 2012 05:54 AM IST  | 

ફુગાવો વધવાથી વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા નાબૂદ થવાથી બજારમાં ઘટાડો



શૅરબજારનું ચલકચલાણું

ફન્ડ્સ અને રીટેલ ઇન્વેસ્ટરોની ખરીદી તેમ જ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનના ગ્રોથના આંકડા પૉઝિટિવ આવવાની અપેક્ષાએ પ્રારંભમાં બજારમાં સુધારો જોવા મળ્યો હતો. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ૯૨ પૉઇન્ટ જેટલો વધ્યો હતો. ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનના ગ્રોથરેટના આંકડા તો પૉઝિટિવ આવ્યા હતા; પરંતુ બજારે એની અવગણના કરી, કારણ કે ગઈ કાલે ફુગાવાના આંકડા નિરાશાજનક આવ્યા હતા. સતત બીજા મહિને નવેમ્બરમાં ફુગાવો વધ્યો છે. ફુગાવો વધવાથી આવતા સપ્તાહે રિઝર્વ બૅન્ક મૉનિટરી પૉલિસીના રિવ્યુમાં વ્યાજદરમાં ઘટાડો નહીં કરે એવી ધારણાએ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગઈ કાલે મંગળવારના ૧૯,૩૮૭.૧૪ના બંધ સામે ૧૯,૪૩૨.૫૪ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન સેન્સેક્સ વધીને ઊંચામાં ૧૯,૪૭૮.૭૯ અને ઘટીને નીચામાં ૧૯,૩૧૭.૨૩ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે ૩૧.૮૮ ઘટીને ૧૯,૩૫૫.૨૫ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ માત્ર ૪.૧૭ વધીને ૭૦૩૯.૦૭ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ફક્ત ૧૮.૦૭ વધીને ૭૪૨૦.૧૭ બંધ રહ્યો હતો. નિફ્ટી ૧૦.૮૦ ઘટીને ૫૮૮૮ પૉઇન્ટના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી દિવસ દરમ્યાન વધીને ૫૯૨૦.૫૫ના લેવલે પહોંચ્યો હતો.

કૅપિટલ ગુડ્ઝ


કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ સૌથી વધુ ૧૧૦.૦૨ ઘટીને ૧૧,૦૫૬.૦૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૨૨માંથી ૧૫ કંપનીના ભાવ ઘટ્યાં હતા. અલ્સ્ટોમ ટીઍન્ડડીનો ભાવ સૌથી વધુ ૨.૧૪ ટકા ઘટીને ૧૯૬.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝનો ભાવ ૨.૧૧ ટકા અને ભેલનો ૧.૯૮ ટકા ઘટ્યો હતો. પુંજ લૉઇડનો ભાવ સૌથી વધુ ૧.૯૫ ટકા વધીને ૬૦.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો.

મેટલ ઇન્ડેક્સ ૭૪.૯૩ ઘટીને ૧૦,૪૫૨.૯૭ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧ કંપનીમાંથી ૯ના ભાવમાં ઘટાડો થયો હતો.

નૅશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનનો ભાવ સૌથી વધુ ૩.૧૭ ટકા ઘટીને ૧૫૪.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલનો ભાવ ૧.૫૫ ટકા, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ૧.૪૨ ટકા અને ભૂષણ સ્ટીલનો ભાવ ૧.૪૦ ટકા ઘટ્યો હતો.

૩૭ કંપનીઓના ભાવ ટૉપ પર

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૩૭ કંપનીઓના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં વી. કે. એસ. પ્રોજેક્ટ્સ, પિરામલ લાઇફ સાયન્સિસ, બજાજ ઑટો વગેરેનો સમાવેશ છે. ૧૦ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં માર્સ સૉફ્ટવેર, ડાયનાકોન્સ ટેક્નૉલૉજિઝ વગેરેનો સમાવેશ છે.

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૪૩૧ કંપનીના ભાવ વધ્યા હતા અને ૧૪૯૮ના ઘટ્યાં હતા. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ૨૦ના ભાવ ઘટ્યાં હતા. બજાજ ઑટોનો ભાવ સૌથી વધુ ૨.૫૭ ટકા વધીને ૨૦૫૫.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. હિન્દુસ્તાન યુનિલીવરનો ભાવ સૌથી વધુ ૨.૬૫ ટકા ઘટીને ૫૨૯.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો.

સત્યમ કમ્પ્યુટર

સત્યમ કમ્પ્યુટર સર્વિસિસનો ભાવ ૬.૪૧ ટકા વધીને ૧૦૩.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૦૪.૫૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૯૬.૯૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૫૭.૧૯ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૪.૪૪ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૫૫.૪૨ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. હૈદરાબાદમાં વિવિધ બૅન્કોમાં કંપનીના ૮૨૨ કરોડ રૂપિયા જમા પડ્યા છે એ અટૅચ કરવાનો ઑર્ડર એન્ર્ફોસમેન્ટ ડિરેક્ટરેટે આપ્યો હતો એની સામે આંધþ પ્રદેશ હાઈ કોર્ટે સ્ટે આપ્યો છે.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારના ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૬ વધ્યા હતા, જ્યારે ૭માં ઘટાડો થયો હતો. ઑટો ઇન્ડેક્સ સૌથી વધુ ૧૦૨.૭૭ વધીને ૧૧,૦૦૦.૪૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૬ કંપનીના ભાવ વધ્યા હતા. ભારત ર્ફોજનો ભાવ સૌથી વધુ ૫.૦૮ ટકા વધીને ૨૬૬.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. બજાજ ઑટોનો ભાવ ૨.૫૭ ટકા અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનો ૨.૨૦ ટકા વધ્યો હતો. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૨૯ ટકા ઘટીને ૧૪૪.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૭૬.૩૫ વધીને ૮૦૮૩.૧૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૬ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. ટાઇટન ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૬૨ ટકા વધીને ૩૦૩.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૧.૬૯ ટકા વધ્યો હતો. ગીતાંજલિ જેમ્સનો ભાવ સૌથી વધી ૪.૬૧ ટકા ઘટીને ૪૯૭.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. બ્લુસ્ટારનો ભાવ ૨.૩૪ ટકા ઘટ્યો હતો.

ટેક મહિન્દ્ર

ટેક મહિન્દ્રનો ભાવ ૩.૬૯ ટકા વધીને ૯૧૦.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૯૩૧.૭૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૮૬૯.૩૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૩૮૭.૨૧ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૯.૪૬ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૪૩.૩૨ લાખ શૅરનું કામકાજ થયું હતું. ગઈ કાલે બલ્ક ડીલ દ્વારા કંપનીના કુલ ૯૩.૨૦ લાખ જેટલા ઇક્વિટી શૅરનું ટ્રેડિંગ થયું હતું. બ્રિટનની કંપની બ્રિટિશ ટેલિકૉમ કંપનીમાંથી એના ૨૩.૨૩ ટકા હિસ્સાનું વેચાણ કરી રહી છે.

હિન્દુસ્તાન યુનિલિવર

હિન્દુસ્તાન યુનિલિવરનો ભાવ ૨.૬૫ ટકા ઘટીને ૫૨૯.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૫૪૪.૩૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૫૨૮.૧૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૧૩.૬૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧.૨૪ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૨.૫૭ લાખ શૅરનું કામકાજ થયું હતું. પેરન્ટ કંપની યુનિલિવર રૉયલ્ટીનો દર વેચાણના ૩.૫૦ ટકાથી વધારીને પાંચ ટકા જેટલો કરશે એવા સમાચારને પગલે શૅરનો ભાવ ઘટ્યો હતો.

એફઆઇઆઇની ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૪૩૮૦.૨૯ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૩૪૨૭.૫૪ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૯૫૨.૭૫ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૯૯૩.૨૦ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૩૫૮.૨૭ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૩૬૫.૦૭ કરોડ રૂપિયા રહી હતી.

એનબીએફસી શૅરો

નાણાપ્રધાન પી. ચિદમ્બરમે ગઈ કાલે દિલ્હીમાં કહ્યું હતું કે સરકારે વિરોધપક્ષો સાથે બૅન્કિંગ એમેન્ડમેન્ટ બિલ બાબતે વાતચીત કરી લીધી છે. આ જાહેરાતને પગલે હવે સંસદમાં બૅન્કિંગ એમેન્ડમેન્ટ બિલ પસાર થઈ જવાની અપેક્ષાએ એનબીએફસી કંપનીઓના શૅરના ભાવ વધ્યા હતા, કારણ કે આ બિલ પસાર થયા બાદ નવાં બૅન્કિંગ લાઇસન્સ ઇશ્યુ કરવાનો માર્ગ ખુલ્લો થશે. આ કંપનીઓએ બૅન્ક શરૂ કરવા માટે રિઝર્વ બૅન્કમાં અરજી સુપરત કરી છે. એલઍન્ડટી ફાઇનૅન્સ હોલ્ડિંગ્સનો ભાવ ૪.૬૭ ટકા વધીને ૯૧.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૯૨.૨૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૮૬.૮૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો.

મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ફાઇનૅન્શિયલ સર્વિસિસનો ભાવ ૦.૫૦ ટકા વધીને ૧૦૪૩.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તર ૧૧૫૧ રૂપિયાએ પહોંચ્યો હતો અને ઘટીને નીચામાં ૧૦૩૬.૯૦ રૂપિયાએ પહોંચ્યો હતો.

અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ કૅપિટલનો ભાવ ૪.૨૧ ટકા વધીને ૪૭૧.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૭૭.૬૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૫૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો.

એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર

એનબીએફસી = નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની

ટીઍન્ડટી =  ટ્રાન્સમિશન ઍન્ડ ડિસ્ટ્રિબ્યુશન

ભેલ - BHEL = ભારત હેવી એન્જિનિયરિંગ લિમિટેડ