દિવસ દરમ્યાન અફરાતફરી બાદ બજાર વધીને બંધ રહ્યું

05 September, 2012 05:28 AM IST  | 

દિવસ દરમ્યાન અફરાતફરી બાદ બજાર વધીને બંધ રહ્યું

શૅરબજારનું ચલકચલાણું

એશિયન બજારોમાં ઘટાડો અને બાઇંગ સપોર્ટના અભાવે ગઈ કાલે પ્રારંભમાં બજારમાં ઘટાડો થયો હતો, પરંતુ બપોર બાદ સેન્સેક્સ અને નિફ્ટીની અગ્રણી કંપનીઓના ભાવમાં વૃદ્ધિ થવાથી બજારમાં સુધારો જોવા મળ્યો હતો અને છેલ્લે પૉઝિટિવ ક્લોઝિંગ આવ્યું હતું. વિદેશી અને સ્થાનિક બજારોની નજર આવતી કાલની યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની મીટિંગ પર છે. મોટે ભાગે આજે પણ બજારમાં મર્યાદિત વધ-ઘટ જ રહેવાની અપેક્ષા છે.

મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગઈ કાલે ૫૬.૪૭ વધીને ૧૭,૪૪૦.૮૭ બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન સેન્સેક્સ વધીને ઊંચામાં ૧૭,૪૫૨.૭૦ અને ઘટીને નીચામાં ૧૭,૩૦૮.૨૭ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી ૨૦.૨૫ વધીને ૫૨૭૪ પૉઇન્ટ્સ બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન નિફ્ટી ઘટીને ૫૨૫૦ પૉઇન્ટ્સની નીચે જતો રહ્યો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, એલ ઍન્ડ ટી, ટીસીએસ, ભેલ વગેરે કંપનીના ભાવમાં વધારો થવાથી સેન્સેક્સ અને નિફ્ટીમાં રિકવરી જોવા મળી હતી. મિડ કૅપ ઇન્ડેક્સ ૩૧.૭૯ વધીને ૬૦૪૨.૪૧ અને ૩૧.૭૯ વધીને ૬૦૪૨.૪૧ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨૫.૨૫ વધીને ૬૪૨૨.૫૩ બંધ રહ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૧૧ વધ્યાં હતાં. માત્ર બે ઇન્ડાઇસિસમાં ઘટાડો થયો હતો. ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ સૌથી વધુ ૯૭.૩૩ વધીને ૮૨૪૩.૨૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૯ના ભાવ વધ્યા હતા. ગેઇલ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૨.૬૦ ટકા વધીને ૩૫૮.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. હિન્દુસ્તાન પેટ્રોલિયમનો ભાવ ૨.૧૬ ટકા વધ્યો હતો. મેટલ ઇન્ડેક્સ ૭૯.૯૫ વધીને ૯૭૧૦ પૉઇન્ટ્સ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧માંથી ૯ કંપનીના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. હિન્દુસ્તાન ઝિન્ક અને જિન્દાલ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૨.૪૪ ટકા વધ્યો હતો. હિન્દુસ્તાન ઝિન્કનો ભાવ ૧૨૮ રૂપિયા અને જિન્દાલ સ્ટીલનો ૩૫૨.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો.

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૬૨.૩૦ વધીને ૯૫૬૯.૧૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯ કંપનીઓમાંથી ૧૩ના ભાવ વધ્યા હતા. બીઈએમએલનો ભાવ સૌથી વધુ ૧.૯૯ ટકા વધીને ૨૮૪.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. એઆઇએ એન્જિનિયરિંગનો ભાવ સૌથી વધુ ૨ ટકા ઘટીને ૩૩૬.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. બૅન્કેક્સ ૬૦.૦૭ વધીને ૧૧,૫૦૧.૫૮ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૧ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. બૅન્ક ઑફ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૨.૫૦ ટકા વધીને ૨૬૨.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. આઇડીબીઆઇ બૅન્કનો ભાવ ૨.૪૨ ટકા વધ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ગઈ કાલે ૧૮ના ભાવ વધ્યા હતા અને ૧૨ના ઘટ્યાં હતા. ગેઇલ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૨.૬૦ ટકા વધ્યો હતો. જિન્દાલ સ્ટીલનો ભાવ ૨.૪૪ ટકા વધ્યો હતો. એચડીએફસીનો ભાવ સૌથી વધુ ૧.૫૪ ટકા ઘટીને ૭૨૨.૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. સિપ્લાનો ૧.૪૭ ટકા ઘટ્યો હતો.

૩૧ શૅર્સ ટૉપ પર

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૩૧ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષના ઊંચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં સાબિરો ઑર્ગેનિક, અલંગ ઇન્ડસ્ટ્રીઝ, પરીખ હર્બલ્સ, શ્રીરામ સિટી યુનિયન ફાઇનૅન્સ, બજાજ કૉર્પ, ઍલેમ્બિક ફાર્મા વગેરેનો સમાવેશ છે. ૩૦ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં સેમટેલ કલર, ગૅલૅક્સી એન્ટરટેઇનમેન્ટ, સૂર્યચક્ર પાવર, સેજલ ગ્લાસ, બિરલા પૅસિફિક મેડસ્પા વગેરેનો સમાવેશ છે. મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૧૫૪૩ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા. ૧૨૦૯ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

કિંગફિશર ઍરલાઇન્સ

કિંગફિશર ઍરલાઇન્સનો ભાવ ૪.૬૯ ટકા વધીને ૯.૫૯ રૂપિયા બંધ રહ્યો હતો. કંપનીના ચૅરમૅન વિજય માલ્યાએ કંપનીની લોન્સ અને અન્ય જવાબદારીઓ માટે ૫૯૦૪ કરોડ રૂપિયાની ગૅરન્ટી આપી હતી.

ઇન્ડ સ્વિફ્ટ લૅબોરેટરીઝ

ઇન્ડ સ્વિફ્ટ લૅબોરેટરીઝનો ભાવ ૧૦.૭૩ ટકા વધીને ૫૬.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૬૦.૨૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૫૩.૧૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. પિરામલ ગ્રુપ કંપનીનો કૉન્ટ્રૅક્ટ રિસર્ચ ઍન્ડ મૅન્યુફૅક્ચરિંગ બિઝનેસ ઍક્વાયર કરવાનો પ્લાન ધરાવે છે. આ ડીલ ૧૦૦૦થી ૧૨૦૦ કરોડ રૂપિયામાં થવાની ગણતરી છે.

રિલાયન્સ કમ્યુનિકેશન્સ

રિલાયન્સ કમ્યુનિકેશન્સનો ભાવ ૪.૭૦ ટકા વધીને ૫૦.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૫૦.૮૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૭.૬૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ગઈ કાલે કંપનીના ચૅરમૅન અનિલ અંબાણીએ કહ્યું હતું કે ડેટમાં ઘટાડો કરવા માટે ટાવર બિઝનેસનો હિસ્સો વેચવા ઉપરાંત અન્ય વિકલ્પોની શક્યતા તપાસવામાં આવશે. કંપનીનું ડેટ ૩૫,૦૦૦ કરોડ રૂપિયા જેટલું છે.

બ્લ્યુડાર્ટ એક્સપ્રેસ

બ્લ્યુડાર્ટ એક્સપ્રેસનો ભાવ ૧૨.૦૩ ટકા ઘટીને ૧૬૮૩.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૭૭૫.૧૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૫૩૦.૭૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ઇક્વિટીમાં મિનિમમ ૨૫ ટકા પબ્લિક હોલ્ડિંગના નિયમનનું પાલન કરવા માટે વિદેશી પ્રમોટર કંપનીમાંથી એના હિસ્સાનું વેચાણ કરવાની યોજના ધરાવે છે. અત્યારે કંપનીની ઇક્વિટીમાં ફૉરેન પ્રમોટરોનો હિસ્સો ૮૧ ટકા જેટલો છે.

એસ. કુમાર્સ નૅશનવાઇડ

એસ. કુમાર્સ નૅશનવાઇડના શૅરનો ભાવ ૫.૧૮ ટકા ઘટીને ૧૮.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૯.૨૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૭.૬૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. કંપનીએ કૉર્પોરેટ ગવર્નન્સ અને અન્ય નૉમ્ર્સનો ભંગ કર્યો હોવાની ફરિયાદ સિરિયસ ફ્રૉડ ઇન્વેસ્ટિગેશન ઑફિસને મળી હોવાના સમાએફઆઇઆઇની ખરીદીમુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૧૬૩૪.૩૧ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૩૨૯.૯૦ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૩૦૪.૪૧ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૭૦૨.૬૭ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૮૦૮.૨૭ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૧૦૫.૬૦ કરોડ રૂપિયા રહી હતી.