સરકાર દ્વારા નાણાકીય ગેરરીતિઓને કારણે શૅરબજારની તેજીમાં અવરોધ

18 August, 2012 06:58 AM IST  | 

સરકાર દ્વારા નાણાકીય ગેરરીતિઓને કારણે શૅરબજારની તેજીમાં અવરોધ

શૅરબજારનું ચલકચલાણું

પરંતુ કોલ, પાવર અને એવિયેશન સેક્ટર માટે કૅગ (કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ)નો રર્પિોટ લોકસભામાં રજૂ થવાને પગલે નાણાકીય ગેરરીતિની જે હકીકત બહાર આવી હતી અને એમાં પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓને મોટો લાભ થયો હોવાના અહેવાલે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. માત્ર કોલસાની ફાળવણીમાં સરકારને ૧.૮૬ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે એવી વાત છે.

સેન્સેક્સ ૧૭,૬૫૭.૨૧ના આગલા બંધ સામે ગઈ કાલે ૧૭,૭૦૧.૨૦ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન સેન્સેક્સ ૧૪૪ પૉઇન્ટ્સ વધ્યો હતો. છેલ્લે ૩૩.૮૭ વધીને ૧૭,૬૯૧.૦૮ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પણ દિવસ દરમ્યાન વધીને ૫૩૯૯.૯૫ના લેવલે પહોંચ્યો હતો, પરંતુ ૫૪૦૦નું સ્તર ક્રૉસ નહોતો કરી શક્યો. છેલ્લે માત્ર ૩.૩૫ વધીને ૫૩૬૬.૩૦ના લેવલે બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ફક્ત ૨.૯૪ વધીને ૬૧૫૭.૯૬ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ માત્ર ૧.૧૮ વધીને ૬૬૧૫.૨૫ બંધ રહ્યા હતા. પ્રારંભમાં બજારમાં વિદેશી તેમ જ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી જોવા મળી હતી.

ઍનલિસ્ટ્સનું માનવું છે કે આ કૌભાંડની અસર બજાર પર આગામી સપ્તાહમાં પણ જોવા મળશે.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૬ વધ્યાં હતા અને ૭માં ઘટાડો થયો હતો. મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ ૧૫૬.૧૦ ઘટીને ૧૦,૩૨૭.૪૬ના લેવલે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧માંથી ૯ કંપનીના શૅરના ભાવ ઘટ્યાં હતા. જિન્દાલ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૪.૦૨ ટકા ઘટીને ૪૦૨.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. જેએસડબ્લ્યુ સ્ટીલનો ભાવ ૩.૬૯ ટકા અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૨.૪૮ ટકા ઘટuો હતો.

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૮૬.૫૭ ઘટીને ૧૦,૦૪૭.૯૧ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯માંથી ૯ કંપનીના ભાવ ઘટ્યાં હતા. બીઈએમએલનો ભાવ સૌથી વધુ ૨.૮૩ ટકા ઘટીને ૨૮૩.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. એફએમસીજી

ઇન્ડેક્સ સૌથી વધુ ૬૪.૮૭ વધીને ૫૨૦૫.૧૩ના લેવલે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૯ કંપનીના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. હિન્દુસ્તાન યુનિલિવરનો ભાવ સૌથી વધુ ૧.૫૩ ટકા વધીને ૫૦૨.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો.

આઇટી ઇન્ડેક્સ ૬૩.૬૫ વધીને ૫૬૧૧.૭૮ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૬ કંપનીના ભાવ વધ્યા હતા. ઇન્ફોસિસનો ભાવ સૌથી વધુ ૧.૬૧ ટકા વધીને ૨૩૫૧.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ૧૬ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી અને ૧૪ના ઘટ્યાં હતા. તાતા મોટર્સનો ભાવ સૌથી વધુ ૨.૧૨ ટકા વધીને ૨૪૦.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૪.૦૨ ટકા ઘટીને ૪૦૨.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો.

૨૧ શૅર ઊંચા લેવલે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૨૧ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં શ્રી સિમેન્ટ, ગૃહ ફાઇનૅન્સ, વૉકહાર્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ કૉર્પ વગેરેનો સમાવેશ છે. ૨૦ કંપનીના શૅરના ભાવ છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ડેક્કન ક્રોનિકલ, યુરો સિરેમિક્સ, ગ્લોરી પૉલિફિલ્મ્સ, એશિયન ઇલેક્ટિÿકલ્સ વગેરેનો સમાવેશ છે. મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૧૩૪૪ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૪૯૮ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

ગૃહ ફાઇનૅન્સ

ગૃહ ફાઇનૅન્સનો ભાવ ૩.૯૩ ટકા વધીને ૧૭૬ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૯૩.૨૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૭૧.૨૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. સરેરાશ ૪૦,૦૦૦ શૅર્સના વૉલ્યુમ સામે ગઈ કાલે વૉલ્યુમ વધીને ૩.૪૮ લાખ શૅર્સ જેટલું થયું હતું.

કંપનીએ ૧૦ રૂપિયાની મૂળ કિંમત ધરાવતા શૅરનું બે રૂપિયાની મૂળ કિંમત ધરાવતા પાંચ શૅરમાં વિભાજન કર્યું છે એટલે ૨૫ જુલાઈથી અત્યાર સુધી શૅરનો ભાવ ૨૫ ટકા જેટલો વધ્યો છે. જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ફસ્ર્ટ ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો ૩૦ ટકા વધીને ૨૬.૭૨ રૂપિયા થયો છે.

ક્લેરિસ લાઇફ સાયન્સિસ

ક્લેરિસ લાઇફ સાયન્સિસનો ભાવ ૫.૧૪ ટકા વધીને ૨૧૭.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૨૪ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૦૮ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર બાર્કલેઝ કૅપિટલ મૉરિશિયસે કંપનીના ૪,૦૧,૧૦૦ શૅર્સ ઓપન માર્કેટમાંથી ખરીદ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં શૅરનો ભાવ ૩૭ ટકા વધ્યો છે.

ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી

ત્રિભોવનદાસ ભીમજી ઝવેરીનો ભાવ ૧૯.૯૬ ટકા વધીને ૧૦૭ રૂપિયા બંધ રહ્યો હતો. કુલ ૫૨૪ કરોડ રૂપિયાનાં કામકાજ થયાં હતાં. ૪.૯૮ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. કંપની ૧૧ રાજ્યોમાં કુલ ૫૭ નવા શો-રૂમ્સ ખોલવાનો પ્લાન ધરાવે છે. આ માટે ૧૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. અત્યારે પાંચ રાજ્યોનાં ૧૦ શહેરોમાં કંપનીના ૧૫ શો-રૂમ્સ છે.

કેએસએલ ઇન્ડસ્ટ્રીઝ

કેએસએલ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૯.૯૯ ટકા વધીને ૬૨.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. કંપનીએ ૫૦૦ કરોડ રૂપિયાનાં ફૉરેન કરન્સી કન્વર્ટિબલ બૉન્ડ્સ બાયબૅક કરી લીધાં છે એને કારણે ભાવ વધ્યો હતો. આ બૉન્ડના પૈસા ૧૯ મેએ ચૂકવવાના હતા, પરંતુ એ વખતે પેમેન્ટ કર્યું ન હતું.

જેએસડબ્લ્યુ = જિન્દાલ સ્ટીલ વર્ક્સ, બીઈએમએલ = ભારત અર્થ મૂવર્સ લિમિટેડ, એફએમસીજી = ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, આઇટી = ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, જીએમઆર = ગ્રાંધી મલ્લિકાજુર્ન રાવ

એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર

રિલાયન્સ પાવર, તાતા પાવર અને અદાણી પાવરના ભાવ ઘટ્યાં

કોલ બ્લૉક્સની ફાળવણીમાં જે કંપનીઓને ફાયદો થયો છે એમાં રિલાયન્સ પાવર, તાતા પાવર અને અદાણી પાવરનાં નામ છે તેમ જ દિલ્હી ઍરપોર્ટ પ્રોજેક્ટમાં જીએમઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નાણાકીય ફાયદો થયો છે એવા સમાચારને પગલે આ કંપનીઓના શૅરના ભાવ ગઈ કાલે ઘટ્યાં હતા. અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ પાવરનો ભાવ ૫.૬૦ ટકા ઘટીને ૮૭.૭૦ રૂપિયા, અદાણી પાવરનો ભાવ ૩.૩૩ ટકા ઘટીને ૪૨.૦૫ રૂપિયા, તાતા પાવર કંપનીનો ભાવ ૩.૭૧ ટકા ઘટીને ૯૭.૩૫ રૂપિયા અને જીએમઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાવ ૩.૦૭ ટકા ઘટીને ૨૦.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો.