ઇન્વેસ્ટરોની વ્યાપક ખરીદીને કારણે બજારમાં સુધારો

29 December, 2012 07:45 AM IST  | 

ઇન્વેસ્ટરોની વ્યાપક ખરીદીને કારણે બજારમાં સુધારો



શૅરબજારનું ચલકચલાણું

ડિસેમ્બર ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટના છેલ્લા દિવસે ગુરુવારે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ગઈ કાલે જાન્યુઆરી વાયદાના પ્રારંભે માર્કેટમાં સુધારો આવ્યો હતો. આ ઉપરાંત અમેરિકાની ફિસ્કલ ક્લિફની સમસ્યાનો હકારાત્મક ઉકેલ આવશે એવી અપેક્ષાએ એશિયન બજારોમાં સુધારાને પગલે રોકાણકારોની વ્યાપક ખરીદીને કારણે ભારતીય બજારમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી.

મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગુરુવારના ૧૯,૩૨૩.૮૦ના બંધ સામે ગઈ કાલે ૧૯,૩૬૪.૦૮ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૯,૪૬૫.૭૪ અને ઘટીને નીચામાં ૧૯,૩૪૬.૦૭ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ૧૨૧.૦૪ વધીને ૧૯,૪૪૪.૮૪ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૫૫.૮૫ વધીને ૭૦૯૨.૯૪ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨૦.૫૩ વધીને ૭૩૪૨.૨૦ બંધ રહ્યો હતો. નૅશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી ૫૮૮૭.૧૫ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૫૯૧૫.૭૫ અને ઘટીને નીચામાં ૫૮૭૯.૫૦ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે ૩૮.૨૫ વધીને ૫૯૦૮.૩૫ બંધ રહ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૧૧માં વૃદ્ધિ થઈ હતી અને બે ઘટ્યાં હતા. ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ સૌથી વધુ ૧૯૭.૬૭ વધીને ૮૫૧૦.૫૨ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ બધી જ ૧૦ કંપનીના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. હિન્દુસ્તાન પેટ્રોલિયમનો ભાવ સૌથી વધુ ૪.૨૩ ટકા વધીને ૨૯૨.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનનો ભાવ ૩.૦૩ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૨.૭૩ ટકા, ઓએનજીસીનો ૨.૪૯ ટકા અને ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશનનો ભાવ ૨.૩૩ ટકા વધ્યો હતો. આઇટી ઇન્ડેક્સ ૬૮.૧૭ વધીને ૫૬૮૬.૯૮ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ બધી જ ૧૦ કંપનીના ભાવ વધ્યા હતા. ઑરેકલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સૉફ્ટવેરનો ભાવ સૌથી વધુ ૨.૫૬ ટકા વધીને ૩૨૮૦.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીનો ભાવ ૨.૨૫ ટકા વધ્યો હતો.

મેટલ ઇન્ડેક્સ ૬૬.૮૩ વધીને ૧૧,૦૪૧.૧૯ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧માંથી ૯ કંપનીના ભાવ વધ્યા હતા. એનએમડીસીનો ભાવ સૌથી વધુ ૨.૬૨ ટકા વધીને ૧૬૪.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. ભૂષણ સ્ટીલનો ભાવ ૨.૪૮ ટકા અને સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ૨.૨૮ ટકા વધ્યો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૫૭.૧૭ વધીને ૭૬૫૭.૯૨ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૬ કંપનીના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. ગીતાંજલિ જેમ્સનો ભાવ સૌથી વધુ ૬.૩૫ ટકા વધીને ૫૧૦.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૩.૫૫ ટકા વધ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ગઈ કાલે ૨૨ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી અને ૮ના ઘટ્યાં હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૭૩ ટકા વધ્યો હતો. ઓએનજીસીનો ૨.૪૯ ટકા અને સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૨.૨૮ ટકા વધ્યો હતો.

૧૨૦ શૅર્સ સર્વોચ્ચ લેવલે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૨૦ કંપનીના શૅરના ભાવ વધીને ઊંચામાં છેલ્લા એક વર્ષના ઊંચા સ્તરે પહોંચ્યો હતો. આ કંપનીઓમાં ઍડ્વાન્ટા ઇન્ડિયા, બજાજ ઑટો, આઇએનજી વૈશ્ય બૅન્ક, આઇડિયા સેલ્યુલર, ફેડરલ બૅન્ક, એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સ, જિન્દાલ કોટેક્સ, પૅન્ટૅલૂન રીટેલ, ઑરેકલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સૉફ્ટવેર, મદ્રાસ સિમેન્ટ્સ, ટિમ્બર હોમ, વેસ્ટ લાઇફ ડેવલપમેન્ટ વગેરેનો સમાવેશ છે.

૮૨ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં બિલ પાવર, આદિત્ય ર્ફોજ, ભારત સીટ્સ, જેમિની કમ્યુનિકેશન્સ, ટ્યુલિપ ટેલિકૉમ, સ્વામ સૉફ્ટવેર વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૫૧૪ શૅરના ભાવ વધ્યા હતા અને ૧૩૭૧ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

માનક્ષિયા લિમિટેડ

માનક્ષિયા લિમિટેડનો ભાવ ૧૩.૪૧ ટકા વધીને ૫૭.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૫૮ રૂપિયા અને ઘટીને નીચામાં ૫૧.૨૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૨.૫૪ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૩૦ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૪.૫૭ લાખ શૅરનું કામકાજ થયું હતું. કંપનીના બોર્ડે રીસ્ટ્રક્ચરિંગ પ્લાનને મંજૂરી આપી દીધી છે. કંપનીના ઍલ્યુમિનિયમ, સ્ટીલ, પૅકેજિંગ ઍન્ડ કોટેડ મેટલ તેમ જ મૉસ્ક્વિટો કોઇલ બિઝનેસને અલગ-અલગ સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપનીઓમાં ૧ એપ્રિલ ૨૦૧૩થી ડીમજ્ડર્‍ કરવામાં આવશે. આ કંપનીઓ માનક્ષિયા લિમિટેડના શૅરહોલ્ડરોને બે રૂપિયાની મૂળ કિંમત ધરાવતા દરેક શૅર સામે ૧ રૂપિયાની મૂળ કિંમત ધરાવતો એક શૅર આપશે. આ કંપનીઓના શૅરનું શૅરબજારમાં લિસ્ટિંગ થશે. છેલ્લા એક સપ્તાહમાં શૅરનો ભાવ ૨૮ ટકા જેટલો વધ્યો છે.

સાગર સિમેન્ટ્સ

સાગર સિમેન્ટ્સનો ભાવ ૮.૮૯ ટકા વધીને ૨૭૫.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૭૯.૭૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૫૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૧૨.૩૧ લાખ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧૪૫૮ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૪૬૧૩ શૅરનું ટ્રેડિંગ થયું હતું. છેલ્લા એક સપ્તાહમાં શૅરનો ભાવ ૨૬ ટકા વધ્યો છે. કંપનીની ક્ષમતાનો વપરાશ ૨૦૧૧-’૧૨માં ૫૯ ટકા હતો એ આંધþ પ્રદેશમાં સિમેન્ટની ડિમાન્ડ રિવાઇવ થવાથી આગામી ત્રણ વર્ષમાં વધીને ૬૯ ટકા થશે. અગ્રણી બ્રોકરેજ હાઉસ નર્મિલ બંગ સિક્યૉરિટીઝે કંપનીના શૅર માટે બાયનું રેટિંગ આપ્યું છે.

લૉયડ સ્ટીલ

લૉયડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૧૯.૧૧ ટકા વધીને ૧૩.૭૧ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૩.૮૧ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૧.૬૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૩.૧૬ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧.૦૬ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૨૩.૩૮ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. કંપનીના બોર્ડે કંપનીનું નામ બદલીને ઉત્તમ વૅલ્યુ સ્ટીલ્સ કરવાનો નિર્ણય લીધો છે. આર્સેલર મિત્તલ દ્વારા કો-પ્રમોટ કરવામાં આવેલી ઉત્તમ ગાલ્વા સ્ટીલે ઉત્તમ ગાલ્વા મેટલિક્સ દ્વારા કંપનીની ઇક્વિટીમાં ૫૮.૩૫ ટકા હિસ્સો ઍક્વાયર કર્યો હતો. આ ખોટ કરતી કંપનીના રિવાઇવલ માટે ઉત્તમ ગાલ્વા સ્ટીલ ૩૮૦ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૬૮૫.૦૯ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૮૫૧.૬૯ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૮૩૩.૪૦ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૭૭૩.૧૦ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૩૦૩.૪૫ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૫૩૦.૩૫ કરોડ રૂપિયા રહી હતી.

ઓએનજીસી = ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન, આઇટી = ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, એનએમડીસી = નૅશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન, આઇએનજી = ઇન્ટરનૅશનલ નેધરલૅન્ડ ગ્રુપ, એલઆઇસી = લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન, એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર