સેબીની TV ૧૮ અને નેટવર્ક ૧૮ના રાઇટ્સ ઇશ્યુને મંજૂરી

30 August, 2012 06:03 AM IST  | 

સેબીની TV ૧૮ અને નેટવર્ક ૧૮ના રાઇટ્સ ઇશ્યુને મંજૂરી

બન્ને કંપનીઓએ રાઇટ્સ ઇશ્યુની મંજૂરી માટેના ડૉક્યુમેન્ટ્સ માર્ચમાં ફાઇલ કર્યા હતા. રાઇટ્સ ઇશ્યુઝ દ્વારા બન્ને કંપનીઓની યોજના ૫૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાની છે. આ પૈસાનો વપરાશ આંધ્ર પ્રદેશના એન્નાડુ નેટવર્કની મહત્વની ચૅનલ્સ ઍક્વાયર કરવા તેમ જ ડેટના રિપેમેન્ટ માટે કરવામાં આવશે.

 

જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવેલી ડીલ મુજબ મુકેશ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેની બેનિફિશિયરી છે એ ઇન્ડિપેન્ડન્ટ મિડિયા ટ્રસ્ટ રાઇટ્સ ઇશ્યુઝમાં પૈસા રોકવા માટે નેટવર્ક ૧૮ અને TV ૧૮ના પ્રમોટરોને ફન્ડિંગ કરશે. નેટવર્ક૧૮ રાઇટ્સ ઇશ્યુ દ્વારા ૨૭૦૦ કરોડ રૂપિયા ઊભા કરશે. એમાંથી ૧૩૮૪ કરોડ રૂપિયા TV ૧૮ બ્રૉડકાસ્ટના રાઇટ્સ ઇશ્યુમાં પૈસા રોકવા માટે વાપરશે જેથી એનો હિસ્સો ૫૦ ટકા કરતાં વધુ રાખી શકાય. બાકીના પૈસામાંથી ૧૧૮૨ કરોડ રૂપિયા ડેટના રિપેમેન્ટ માટે વપરાશે.

TV ૧૮ રાઇટ્સ ઇસ્યુ દ્વારા ૨૩૦૦ કરોડ રૂપિયા એકત્ર કરશે. એમાંથી ૧૯૨૫ કરોડ રૂપિયા એન્નાડુ નેટવર્કના ઍક્વિઝિશન માટે અને ૪૨૧ કરોડ રૂપિયા ડેટની પરતચુકવણી માટે વપરાશે.

સેબી= સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા