સેબીએ ઈ-આઇપીઓ માટે મંજૂરી આપી

17 August, 2012 08:34 AM IST  | 

સેબીએ ઈ-આઇપીઓ માટે મંજૂરી આપી

 

 

એમાં એક મહત્વની જોગવાઈ ઈ-આઇપીઓને મંજૂરી આપવાની છે. હવે રોકાણકારો જાહેર ભરણામાં ઇલેક્ટ્રૉનિક રૂટ દ્વારા રોકાણ કરી શકશે. અત્યારે જાહેર ભરણામાં મિનિમમ અલોટમેન્ટ સાઇઝ ૬૦૦૦ રૂપિયાની છે એ વધારીને ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ રૂપિયા જેટલી કરવામાં આવી છે. જોકે રોકાણકારો માટે સેફ્ટી નેટની જાહેરાત સેબીએ નથી કરી. મ્યુચ્યુઅલ ફન્ડને એન્ટ્રી લોડ ચાર્જ કરવાની મંજૂરી નથી આપી.

 

જૂન ૨૦૧૩ સુધીમાં લિસ્ટેડ કંપનીઓમાં પબ્લિક શૅરહોલ્ડરોનું હોલ્ડિંગ ઓછામાં ઓછું ૨૫ ટકા કરવાનું છે. જે કંપનીઓમાં રીટેલ રોકાણકારોનું હોલ્ડિંગ ઓછું છે એમણે નવા શૅર જાહેર ભરણા દ્વારા ઇશ્યુ કરીને હોલ્ડિંગમાં વધારો કરવો પડત, પરંતુ સેબીએ એમને રાઇટ્સ ઇશ્યુ અને બોનસ ઇશ્યુ દ્વારા પણ હોલ્ડિંગ વધારવાની છૂટ આપી છે.

 

બજેટમાં જાહેર કરવામાં આવેલી રાજીવ ગાંધી ઇક્વિટી સ્કીમ માટે ટૅક્સ ઇન્સેન્ટિવ્ઝની દરખાસ્ત પણ કરી છે. નૅશનલ મ્યુચ્યુઅલ ફન્ડ પૉલિસી માટે કમિટી નીમવામાં આવશે. મ્યુચ્યુઅલ ફન્ડ્સ સર્વિસ ટૅક્સની વસૂલી રોકાણકારો પાસેથી કરશે. મ્યુચ્યુઅલ ફન્ડની કંપનીએ સર્વિસ-ટૅક્સનો બોજ સહન નહીં કરવો પડે. જાહેર ભરણું કરતી કંપનીઓએ પ્રાઇસ રેન્જની જાહેરાત અત્યારે ભરણું ખૂલવાના બે દિવસ અગાઉ કરી છે એ હવે પાંચ દિવસ પહેલાં કરવી પડશે.

 

ઈ-આઇપીઓ = ઇલેક્ટ્રૉનિક ઇનિશ્યલ પબ્લિક ઑફર, સેબી - SEBI = સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા