રિઝર્વ બૅન્ક એપ્રિલમાં વ્યાજદર સ્થિર રાખશે એવી એસબીઆઇ રિસર્ચની આગાહી

29 March, 2023 04:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિઝર્વ બૅન્કની આગામી પૉલિસી એપ્રિલની શરૂઆતમાં યોજાશે

પ્રતીકાત્મક તસવીર

વ્યાજદર વધારામાં હવે બ્રેક લાગે એવી ધારણા છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા તેમના બેન્ચમાર્ક વ્યાજદરમાં વધારો અટકાવે એવી અપેક્ષા છે અને વર્તમાન ૬.૫ ટકા રેપો રેટ હવે એ માટેનો ટર્મિનલ રેટ હોઈ શકે છે, એમ એસબીઆઇ રિસર્ચે એના તાજેતરના ઇકોરેપ રિપોર્ટમાં જણાવ્યું હતું.

રેપો રેટ એ વ્યાજદર છે જેના પર આરબીઆઇ તમામ કમર્શિયલ બૅન્કોને નાણાં ઉછીનાં આપે છે. આગામી નાણાકીય નીતિની બેઠક એપ્રિલ ૨૦૨૩ના પ્રથમ સપ્તાહમાં યોજાવાની છે.

ફેબ્રુઆરીની શરૂઆતમાં આરબીઆઇની તાજેતરની મૉનેટરી પૉલિસી કમિટીએ ફુગાવાની અપેક્ષાઓને નિયંત્રિત રાખવા, કોર ફુગાવાના સાતત્યને તોડવા અને મધ્યમ ગાળાને મજબૂત કરવા માટે રેપો રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટ્સ વધારીને ૬.૫ ટકા કરવાનો નિર્ણય લીધો હતો. ૨૦૨૦ની શરૂઆતમાં કોરોનાએ વિશ્વને ભરડામાં લીધું હતું ત્યારે રેપો રેટનો દર ચાર ટકા હતો.

business news reserve bank of india state bank of india