SBIનો ત્રિમાસિક નફો બાવન ટકા વધ્યો

04 November, 2020 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

SBIનો ત્રિમાસિક નફો બાવન ટકા વધ્યો

ફાઈલ ફોટો

સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા (SBI)નો સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડએલોન ત્રિમાસિક ચોખ્ખો નફો 52 ટકા વધીને રૂ.4,574 કરોડ થયો, જેનું મુખ્ય કારણ જોગવાઈમાં થયેલો ઘટાડો છે. ત્રિમાસિક ધોરણે નફો નવ ટકા વધીને રૂ.4,189.3 કરોડ થયો છે.

સૂચિત ત્રિમાસિક ગાળામાં બૅન્કનો કાચો નફો (કર પહેલાનો નફો) રૂ.6,341.15 કરોડ હતો, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂ.5,059.8 કરોડની સરખામણીએ 25.33 ટકા વધુ છે. કાર્યકારી નફો સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 12 ટકા વધીને રૂ.14,714 કરોડથી રૂ.16,460 કરોડ થયો છે.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં બૅન્ક, ઓટો, એફએમસીજી, આઈટી, મીડિયા, ફાર્મા, પીએસયુ બૅન્ક, પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સ વધ્યા હતા, જ્યારે રિયલ્ટીમેટલ અને ફાઈ. સર્વિસ ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો.

બૅન્કની વ્યાજની ચોખ્ખી આવક રૂ.24,600 કરોડથી વધીને રૂ.28,182 કરોડ થઈ છે. ડોમેસ્ટીક નેટ ઈન્ટરસ્ટ માર્જિન વાર્ષિક ધોરણે 12 બેસિસ પોઈન્ટ્સ વધીને 3.34 ટકા થયુ છે. બૅન્કની ગ્રોસ નોન-પર્ફોમિંગ એસેટ્સ (NPA) ઘટીને રૂ.1.25 લાખ કરોડ થઈ છે. રેશિયોના હિસાબે 5.44 ટકાથી 5.28 ટકા થઈ છે. જ્યારે નેટ NPA રૂ.42,703.6 કરોડથી ઘટીને રૂ.36,450.7 કરોડ એટલે કે 1.86 ટકાથી ઘટીને 1.59 ટકા થઈ છે.

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં બૅન્કની જોગવાઈ વાર્ષિક ધોરણે 23 ટકા ઘટીને રૂ.10,118 કરોડ હતી. આમાંથી એનપીએ પાછળની જોગવાઈ રૂ.5,619.28 કરોડ હતી. જોગવાઈ કવરેજ રેશિયો વાર્ષિક ધોરણે 696 બેસિસ પોઈન્ટ્સ સુધરીને 88.19 ટકા થયો છે. ફ્રેશ સ્લિપેજ રૂ.2,756 કરોડની છે.

દરમ્યાન બૅન્કની કુલ ડિપોઝીટ્સ 14.41 ટકા વધીને રૂ.34.70 લાખ કરોડ થઈ છે, જે વાર્ષિક ધોરણે 8.55 ટકા વધુ છે. તેમ જ સેવિંગ બૅન્ક ડિપોઝીટ્સમાં વાર્ષિક ધોરણે 16.28 ટકાનો વધારો નોંધાયો છે.

state bank of india business news