સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ૩૦ કરોડ યુએસ ડૉલરનાં ફોરમોસા બૉન્ડ્સ ઇન્ડિયા આઇએનએક્સ પર લિસ્ટ કર્યાં

29 January, 2022 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશની ટોચની સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ એનાં ૩૦ કરોડ યુએસ ડૉલરનાં ફોરમોસા બૉન્ડ્સનો સૌપ્રથમ ઇશ્યુ ઇન્ડિયા આઇએનએક્સ ગિફ્ટ આઇએફએસસી પર લિસ્ટ કર્યો છે.

ફાઇલ તસવીર

દેશની ટોચની સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ એનાં ૩૦ કરોડ યુએસ ડૉલરનાં ફોરમોસા બૉન્ડ્સનો સૌપ્રથમ ઇશ્યુ ઇન્ડિયા આઇએનએક્સ ગિફ્ટ આઇએફએસસી પર લિસ્ટ કર્યો છે. કોઈ ભારતીય બૅન્ક દ્વારા ઇશ્યુ કરાયાં હોય એવાં બૉન્ડ્સનો આ સૌથી પહેલો ઇશ્યુ છે.
આ બાબતે ઇન્ડિયા આઇએનએક્સના સીઈઓ અને એમડી વી. બાલાસુબ્રહ્મણ્યમે કહ્યું કે એસબીઆઇ એવી પ્રથમ ઇશ્યુઅર છે, જેનાં ગ્રીન બૉન્ડ્સ નવેમ્બર ૨૦૨૧માં લક્ઝમબર્ગમાં અને અહીં લિસ્ટેડ થયાં હતાં. આ ડ્યુઅલ લિસ્ટિંગ બન્ને એક્સચેન્જ વચ્ચે થયેલા સમજૂતી કરાર હેઠળ કરવામાં આવ્યું હતું. 
આ સાથે ઇન્ડિયા આઇએનએક્સ પર બૉન્ડ લિસ્ટિંગ ૩૪.૫ અબજ યુએસ ડૉલરથી અધિકનું થયું છે. એ સાથે કુલ ૫૮ અબજ ડૉલરની મીડિયમ ટર્મ નોટ્સ લિસ્ટેડ છે, જે દર્શાવે છે કે ઇસશ્યુઅરો ફૉરેન કરન્સી બૉન્ડ્સના લિસ્ટિંગ માટે આ પ્લૅટફૉર્મને અધિક પસંદ કરી
રહ્યા છે.

business news state bank of india