તહેવારની સિઝનમાં SBI કરી રહ્યું છે ઑફર્સનો વરસાદ, મળશે સસ્તી લોન

20 August, 2019 12:53 PM IST  |  મુંબઈ

તહેવારની સિઝનમાં SBI કરી રહ્યું છે ઑફર્સનો વરસાદ, મળશે સસ્તી લોન

તહેવારની સિઝનમાં SBI કરી રહ્યું છે ઑફર્સનો વરસાદ

દેશના સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક આ તહેવારની સિઝનમાં પોતાના ગ્રાહકો માટે અનેક પ્રકારના ઑફર્સ લઈને આવી છે. ગ્રાહકોને આ તહેવારની સિઝનમાં ઝંઝટ વગર આકર્ષક અને સસ્તા લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સિવાય, લોન પર પ્રોસેસિંગ ફી નહીં લેવામાં આવે. પ્રી-અપ્રૂવ્ડ ડિજિટલ લોનની સુવિધા આપવામાં આવશે અને વ્યાજ દરમાં કોઈ વધારો નહીં કરવામાં આવે.

SBI કાર લોન પર નહીં લે પ્રોસેસિંગ ફી
તહેવારની સિઝનમાં SBIએ કાર લોનની પ્રોસેસિંગ ફી માફ કરી દીધી છે. ગ્રાહકોને 8.70 ટકાના ઓછા દરે કાર લોન ઑફર કરવામાં આવી રહી છે. તેના વ્યાજ દરમાં વધારો પણ નથી કરવામાં આવી રહી. જો ગ્રાહક બેંક ડિજિટલ પ્લેટફોર્મ જેવા YONO કે બેંકની વેબસાઈટના માધ્યમથી આવેદન કરશે. તેમને બેંકના વ્યાજ દરોમાં ચોથા ભાગના ટકાની વધારાની છૂટ મળશે. સેલેરીડ કર્મચારી કારની ઑન રોડ કિંમતના 90 ટકા સુધી લોન લઈ શકે છે.

10.75% પર મળશે 20 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન
આ તહેવારની સીઝનમાં SBI પોતાના ગ્રાહકોને 20 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન 10.75 ટકા જેટલું વ્યાજ ઑફર કરી રહ્યા છે. પર્સનલ લોન ચુકવવા માટે બેંક 6 વર્ષ જેટલો સમય પણ આપી રહી છે. એ સિવાય જો તમે સેલેરીડ કર્મચારી છો તો તમને માત્ર 4 ક્લિકમાં 5 લાખ રૂપિયા સુધીની પ્રી-અપ્રૂવ્ડ લોન ઑફર કરી રહ્યા છે.

આ પણ જુઓઃ બર્થ ડે સ્પેશિયલઃ જાણો કેમ સ્નેહલતા છે નરેશ કનોડિયાના ફેવરિટ હિરોઈન!

8.25% પર મળી રહી છે એજ્યુકેશન લોન
એસબીઆઈ આ તહેવારમાં વિદ્યાર્થીઓ માટે પણ સસ્તી એજ્યુકેશન લોન ઑફર કરી રહી છે. દેશમાં અભ્યાસ માટે 50 લાખ રૂપિયા સુધીની અને વિદેશમાં અભ્યાસ માટે દોઢ કરોડ રૂપિયા સુધીની લોન આપે છે. જેના રીપેમેંટની સીમા 15 વર્ષ સુધીની છે.

state bank of india business news