SBIએ ફરી એક વાર સસ્તી કરી હોમ લોન, ઘટશે EMIનો ભાર

10 May, 2019 04:49 PM IST  |  નવી દિલ્હી

SBIએ ફરી એક વાર સસ્તી કરી હોમ લોન, ઘટશે EMIનો ભાર

SBIએ ફરી એક વાર સસ્તી કરી હોમ લોન, ઘટશે EMIનો ભાર

દેશના સૌથી મોટા બેંક ભારતીય સ્ટેટ બેંકે હોમ લોન ગ્રાહકોને એક મહિનામાં બીજી વાર સારા સમાચાર આપ્યા છે. SBIએ કહ્યું છે કે તેમણે તમામ અવધિના MCLRમાં 0.05%નો ઘટાડો કર્યો છે. આ પહેલા આ દર 8.50 ટકા હતો જે હવે ઘટાડીને 8.45 ટકા કરવામાં આવ્યો છે.

SBIએ MCLRમાં કરેલા આ ઘટાડાના કારમે એ તમામ ગ્રાહકોને ફાયદો થશે જેમની લોન MCLR સાથે જોડાયેલી છે. ખાસ કરીને હોમ લોનના ગ્રાહકોનો ફાયદો થશે. તમને જણાવીએ કે નવા દરો શુક્રવારથી અમલમાં આવી ગયા છે. એપ્રિલમાં થયેલા નાણાંકીય નીતિની સમીક્ષા પછી SBIએ બીજી વાર પોતાના MCLR દરમાં કાપ મુક્યો છે.

આ પણ વાંચોઃ ઈરાન પર આર્થિક પ્રતિબંધ વધુ કડક બનાવાતાં સોનામાં મજબૂતી યથાવત્

SBIના આ નિર્ણયના કારણે 10 એપ્રિલથી અત્યાર સુધીની હોમ લોનના દરો 0.15 ટકા ઓછા થઈ ગયા છે. 1 મેથી RBIના બેંચ માર્ચ દર સાથે જોડાઈ ગયા છે. જેનાથી RBI તરફથી રેપો રેટમાં થતા ફેરફારની સાથે જમા અને લોનના દર પણ બદલાઈ જશે. આ નિયમ લાગૂ થતા ગ્રાહકોને પહેલાની સરખામણીમાં બચત ખાતા પર ઓછું વ્યાજ મળશે. આ નિયમ જો કે એક લાખ રૂપિયાથી વધારે જમા અને લોનના વ્યાજ દર પર જ લાગૂ પડે છે.

state bank of india reserve bank of india