SBI જીતાડી રહી છે 5 લાખ, બસ આટલું કરો

09 February, 2019 04:15 PM IST  | 

SBI જીતાડી રહી છે 5 લાખ, બસ આટલું કરો

મોડેલ બનાવો અને જીતો 5 લાખ

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ હેકાથોન - પ્રીડિક્ટ ફોર બેન્ક 2019ની જાહેરાત કરી છે. આ હેકાથોનમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 5 લાખ સુધીનો રોકડ પુરસ્કાર જીતાડી રહી છે. હેકાથોનમાં ભાગ લેનાર ટીમો અને વ્યક્તિઓએ ભવિષ્યવાણી કરે તેવું એનાલિટિકલ મોડેલ તૈયાર કરીને રજૂ કરવું પડશે, જેના દ્વારા કોર્પોરેટ ગ્રાહકો લોન ભરી શક્શે કે નહીં ભરી શકે કે પછી લોન ન ભરી શકવાની શક્યતા કેટલી તેની સંભાવના દર્શાવી શકે.

SBI પ્રિડિક્ટ ફોર બેન્ક 2019 માટે 24 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ચુક્યુ છે. 7 ફેબ્રુઆરી 2019 રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે. જો તમે આ હેકાથોનમાં ભાગ લેવા ઈચ્છો છો તો તમે એકલા કે ચાર વ્યક્તિઓના ગ્રુપમાં રજિસ્ટ્રેશન કરાવી શકો છો. એક વાર રજિસ્ટ્રેશન થયા બાદ હેકાથોન ફેઝ - પ્રોટોટાઈપ ડેવલપમેન્ટ 12 ફેબ્રુઆરી 2019થી 5 ફેબ્રુઆરી 2019 વચ્ચે યોજાશે. હેકાથોન પૂરી થયા બાદ SBI તરફથી 5 લાખ અને 4 લાખનું ઈનામ અપાશે. બે વિનર પસંદ કર્યા બાદ તેમના ફાળે આ રકમ આવશે.

SBIના કહેવા પ્રમાણે શોર્ટલિસ્ટ થયેલી ટીમોને SBIના 20 કોર્પોરેટ ગ્રાહકના નામ અપાશે. ટીમોએ આ ક્લાયન્ટના જાહેર ડેટાનો ઉપયોગ કરીને ગ્રાહકોને આગામી 6 મહિનામાં ડિફોલ્ટ થવાની શક્યતા કેટલી તે દર્શાવવાનું રહેશે. SBI છ મહિના બાદ વિજેતાઓની જાહેરાત કરશે.

આ પણ વાંચોઃ સર્વર પર પાસવર્ડ લગાવવાનો ભૂલી ગઈ SBI, ગ્રાહક ખાતાઓની વિગતો લીક

ભારતીય સ્ટેટ બેન્કે કહ્યું કે બેન્ક તરફથી લેવાયેલો નિર્ણય છેલ્લો હશે. જો SBIને કોઈનું મોડેલ સંતોષજનક નહીં લાગે તો કોઈને ઈનામ નહીં આપવામાં આવે.

state bank of india