રૂપિયો ઘટીને ૫૩ના લેવલને ક્રૉસ કરી ગયો

14 December, 2011 09:19 AM IST  | 

રૂપિયો ઘટીને ૫૩ના લેવલને ક્રૉસ કરી ગયો

 

જોકે છેલ્લે સોમવારના બંધ સામે ૩૯ પૈસા ઘટીને ૫૩.૨૩ના સ્તરે બંધ રહ્યો હતો. ઍનલિસ્ટ્સનું માનવું છે કે આગામી દિવસોમાં રૂપિયા પરના દબાણમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. યુરોના મૂલ્યમાં થયેલો ઘટાડો તેમ જ અમેરિકન ડૉલર મજબૂત થવાથી ગઈ કાલે રૂપિયો ઘટ્યો હતો. ભારતના અર્થતંત્રનો વૃદ્ધિદર ધીમો પડ્યો છે. નાણાકીય ખાધ તેમ જ વેપાર ખાધ વધી રહી છે. આ પરિબળો રૂપિયાના મૂલ્યમાં વધુ ઘટાડો કરી શકે છે.