રૂપિયો નબળો પડતાં ચોખાના નિકાસભાવમાં ઘટાડો જોવા મળ્યો

21 March, 2023 05:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ચોખાના નિકાસભાવ વધીને ૩૮૨ ડૉલરની સપાટીએ પહોંચ્યા

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રૂપિયો વીતેલા સપ્તાહ દરમ્યાન નબળો પડ્યો હોવાથી ચોખાના નિકાસભાવમાં પણ ઘટાડો આવ્યો હતો અને ભાવ ઘટીને ૩૮૨ ડૉલરની સપાટી પર પહોંચી ગયા હતા. આગામી દિવસોમાં નિકાસવેપારો કેવા રહે છે એના પર સમગ્ર બજારનો આધાર રહેલો છે.

ભારતીય પાંચ ટકા બ્રોકન ચોખાના નિકાસભાવ ૩૮૨થી ૩૮૭ ડૉલર પ્રતિ ટનની સપાટી પર પહોંચ્યા હતા જે અગાઉના સપ્તાહ દરમ્યાન ૩૮૫થી ૩૯૦ ડૉલર પ્રતિ ટન હતા.

રૂપિયામાં ઘટાડો અમને નિકાસના ભાવમાં ઘટાડો કરવા ફરજ પાડે છે. આફ્રિકન દેશોની માગ પણ નબળી છે એમ આંધ્ર પ્રદેશના દક્ષિણ રાજ્યના કાકીનાડા સ્થિત એક નિકાસકારે જણાવ્યું હતું. દરમ્યાન થાઇલૅન્ડના પાંચ ટકા તૂટેલા ચોખાના ભાવ ટનદીઠ ૪૫૫ ડૉલર બોલાયા હતા જે ગયા અઠવાડિયે ૪૬૦ ડૉલર કરતાં થોડો ઓછો હતો.

આ પણ વાંચો: નાફેડે દેશભરમાંથી આઠ હજાર ટન કાંદાની ખરીદી કરી

બૅન્કૉક સ્થિત વેપારીએ જણાવ્યું હતું કે વિનિમય દરમાં ફેરફારને કારણે કિંમતો પર અસર પડી હતી. નબળું પડતું ચલણ દેશમાંથી નિકાસને ડૉલરના સંદર્ભમાં સસ્તી બનાવે છે.

વૈશ્વિક ચોખાની બજારમાં ભાવ આગામી દિવસોમાં સરેરાશ નીચા રહે એવી ધારણા છે. ભારતીય ચોખાની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી રહે છે એના પર સમગ્ર બજારનો આધાર રહેલો છે.

બાંગલાદેશમાં સ્થાનિક ચોખાના ભાવ ઊંચા રહ્યા છે, જ્યારે સરકારે લોકોને ગભરાટની ખરીદીથી દૂર રહેવા વિનંતી કરી છે, કારણ કે મુસ્લિમ ઉપવાસનો મહિનો-રમઝાન નજીક આવી રહ્યો છે એટલે વધુ માગને કારણે આ મહિના દરમ્યાન ભાવમાં વધારો થાય છે. બાંગલાદેશની બજારમાં ભાવ ઊંચકાશે તો ભારતીય બજારને પણ ફાયદો થાય એવી ધારણા છે. ભારતીય ચોખાની નિકાસ વધશે તો ભાવ ઊંચકાશે, પંરતુ એનો મોટો આધાર બાંગલાદેશની ખરીદી ઉપર પણ રહેલો છે.

business news commodity market indian rupee