રિલાયન્સ હવે ઇકો ફ્રેન્ડલી કપડાનું ઉત્પાદન શરૂ કરશે

15 September, 2019 08:15 PM IST  |  Mumbai

રિલાયન્સ હવે ઇકો ફ્રેન્ડલી કપડાનું ઉત્પાદન શરૂ કરશે

ઇકો ફ્રેન્ડલી કપડા (PC : ESTRADE)

Mumbai : ભારતમાં છેલ્લા ઘણા સમયથી પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પ્રદુષણને અટકાવવાના તમામ પ્રયત્નો સરકારની સાથે હવે દેશની મોટી-મોટી કંપનીઓ પણ કરી રહી છે. જેમાં દેશના સૌથી ધનીક ગણાતા બિઝનસ મેન મુકેશ અંબાણી આગળ આવ્યા છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ પર્યાવરણને અનુકૂળ એવા ઇકો ફ્રેન્ડલી કપડાનું ઉત્પાદન શરૂ કરશે.


જાણો કઇ રીતે રિલાયન્સ ઇકો ફ્રેન્ડલી કપડા બનાવશે
રિલાયન્સ પર્યાવરણને અનુકૂળ તથા વાજબી કિંમત ધરાવતાં વસ્ત્રોનું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે. કંપનીએ ભારતીય પર્ફોર્મન્સ વેર બ્રાન્ડ અલ્સિસ સ્પોર્ટ્સ અને ડિઝાઇનર નરેન્દ્ર કુમારે એલન ફાઇબરનો ઉપયોગ કરીને સસ્ટેઇનેબલ જિમ અને વર્કવેર માટે અલ્સિસ એક્સ નારીકલેક્શન લોંચ કરવા જોડાણ કર્યું છે. RIL દર વર્ષે 2 અબજથી વધારે પોસ્ટ-કન્ઝ્યુમર (ઉપયોગ થયેલી) પેટ બોટલનું પ્રોસેસિંગ કરે છે અને બે વર્ષમાં એને 6 અબજ સુધી લઈ જવાની યોજના ધરાવે છે. છેલ્લાં બે દાયકાથી કંપની ઉપયોગ થયેલી પેટ બોટલ્સનું કલેક્શન કરીને પર્યાવરણને અનુકૂળ રીતે ફાઇબરનું રિસાઇકલિંગ કરે છે. ઉપયોગ થયેલી પેટ બોટલનો ઉપયોગ ગ્રે ફાઇબરનું ઉત્પાદન કરવા માટે થાય છે, જેનું વેચાણ રેક્રોનગ્રીનગોલ્ડ બ્રાન્ડ તરીકે થાય છે.


સસ્ટેઇનેબિલિટી પર રિલાયન્સ કંપની વધુ ભાર આપી રહી છે
રિલાયન્સનાં પેટ્રોકેમિકલ્સ ડિવિઝનનાં ચીફ ઓપરેટિંગ ઓફિસર વિપુલ શાહે કહ્યું હતું કે, અમારાં માટે સસ્ટેઇનેબિલિટી એ ફેશનેબલ શબ્દ નથી, પણ અમે પર્યાવરણને અનુકૂળ ચીજ વસ્તુઓમાંથી ફેશન ઊભી કરીએ છીએ અને આ જ અમારાં માટે સસ્ટેઇનેબલ બિઝનેસ છે. હવે અમે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીથી પર થઈને સસ્ટેઇનેબિલિટીનો વિચાર કરીએ છીએ.

આ પણ જુઓ : ગુજરાત પાસે આવેલા આવેલા આ કેન્દ્ર શાસિત પ્રદેશોની તમારે ચોક્કસ લેવી જોઈએ મુલાકાત

રિલાયન્સનો પ્લાન પર્યાવરણને અનુકૂળ ઇકોસિસ્ટમ ઉભી કરવાની છે
RILની સ્ટ્રેટેજી પર્યાવરણને અનુકૂળ ફેશન માટેની ઇકોસિસ્ટમ ઊભી કરવાનો અને એને વ્યાપક બનાવાની છે, જેથી આ ફેશનેબલ વસ્ત્રો વાજબી અને સર્વસુલભ થાય. શાહે કહ્યું હતું કે, અમે ઉચિત કિંમત સાથે જનઆંદોલન ઊભું કરીશું. પર્યાવરણને અનુકૂળ વસ્ત્ર માટે પ્રીમિયમ કિંમતથી કાયમી પરિવર્તન નહીં આવે. હકીકતમાં પર્યાવરણને સુધારવા માટે સ્થાયી પરિવર્તનની જરૂર છે.

business news reliance