હવે, બ્રિટનની 259 વર્ષ જુની કંપની પર રીલાયન્સ રિટેલની નજર

19 April, 2019 12:43 PM IST  | 

હવે, બ્રિટનની 259 વર્ષ જુની કંપની પર રીલાયન્સ રિટેલની નજર

હેમલીઝ (તસવીર સૌજન્ય: Birmingham post)

હેમલીઝએ રમકડાં બનાવતી વિશ્વખ્યાત બ્રાન્ડ છે. જેને હવે રિલાયન્સ રિટેલ ટેકઓવર કરવાની તૈયારીમાં છે એવું કહેવામાં આવી રહ્યું છે. એક્સક્લુઝિવ માહિતી પ્રમાણે, હેમલીઝ અને રિલાયન્સ રિટેલ બન્ને કંપનીઓ વચ્ચે વાતચીત ઘણી આગળ વધી છે. અને આ સ્ટોર્સની સંખ્યા ભારતમાં વધારીને 200 જેટલી કરવાનું લક્ષ્ય છે.

મળતી માહિતી પ્રમાણે હેમલીઝની ચીની કંપની હવે આ બિઝનેસ વેચવા માગે છે અને એવા સમાચાર આવી રહ્યા છે કે આ કંપની રિલાયન્સ રિટેલ ખરીદી લેવાની તૈયારીમાં છે.

ઉલ્લેખનીય છે કે આ કંપની 259 વર્ષ જૂની છે અને આ કંપની રમકડાં બનાવવામાં ગ્લોબલ લેવલ પર પોતાની એક બ્રાન્ડ ઊભી કરી છે. આ કંપની પહેલા સી બેનરે 2015માં 100 મિલીયન પાઉન્ડમાં ખરીદી હતી. આ કંપની સમયે સમયે સંભાવના શોધતી રહે છે.

આ પણ વાંચો : સરકાર IRCTC અને IRFCના IPO દ્વારા આશરે ૧૫૦૦ કરોડ રૂપિયા એકત્ર કરશે

reliance