રિલાયન્સ પાવર હવે કરશે મધ્ય પ્રદેશમાં કોલનું ઉત્પાદન

27 August, 2012 05:24 AM IST  | 

રિલાયન્સ પાવર હવે કરશે મધ્ય પ્રદેશમાં કોલનું ઉત્પાદન

મધ્ય પ્રદેશમાં સાસન કોલ માઇન્સ પ્રોજેક્ટમાં ટૂંક સમયમાં ઉત્પાદન શરૂ થશે. આ માઇનની કૅપેસિટી વાર્ષિક ૨૦૦ લાખ ટન કોલની છે. ૩૯૫૦ મેગાવૉટની ક્ષમતા ધરાવતા સાસન પાવર પ્રોજેક્ટના પ્રથમ એકમમાં આ વર્ષના અંત સુધી ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા છે.

 

મહારાષ્ટ્રમાં બુટીબોરી પાવર પ્લાન્ટમાં ૩૦૦ મેગાવૉટના એક યુનિટમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે. ૩૦૦ મેગાવૉટના બીજા એકમમાં પ્રોડક્શન ટૂંક સમયમાં શરૂ થશે.

કંપનીએ રાજસ્થાનમાં ૪૦ મેગાવૉટની ક્ષમતા ધરાવતો સોલર પાવર પ્લાન્ટ સ્થાપ્યો છે એ નફો કરતો થઈ ગયો છે. રાજસ્થાનમાં ૧૦૦ મેગાવૉટની ક્ષમતા ધરાવતો બીજો સોલર પાવર પ્લાન્ટ કંપની સ્થાપી રહી છે.

જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ફર્સ્ટ ક્વૉર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો બાવીસ ટકા વધીને ૨૪૦ કરોડ રૂપિયા થયો છે જે જૂન ૨૦૧૧માં ૧૯૬ કરોડ રૂપિયા થયો હતો. કુલ આવક ૬૮૯ કરોડ રૂપિયાથી ૮૨ ટકા વધીને ૧૨૫૨ કરોડ રૂપિયા થઈ છે.