રિલાયન્સ ઇન્શ્યૉરન્સે IPO માટે નવેસરથી સેબીમાં પેપર્સ નોંધાવ્યાં

18 February, 2019 11:21 AM IST  | 

રિલાયન્સ ઇન્શ્યૉરન્સે IPO માટે નવેસરથી સેબીમાં પેપર્સ નોંધાવ્યાં

અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્શ્યૉરન્સ કંપનીએ IPO માટે નવેસરથી સેબીમાં પેપર્સ નોંધાવ્યાં છે. IPO લાવવાનો અગાઉનો પ્લાન ગત નવેમ્બરમાં રદબાતલ થયો ત્યાર બાદ કંપનીએ ફરી પરવાનગી માગી છે. આ ઇશ્યુ મારફત ૨૦૦ કરોડ રૂપિયા મૂલ્યના નવા શૅર ફાળવવામાં આવશે. ઉપરાંત રિલાયન્સ કૅપિટલ પોતાના ૭,૯૪,૮૯,૮૨૧ શૅરનું એમાં વેચાણ કરવાની છે.

અનિલ અંબાણી ગ્રુપને હાલમાં એડલવાઇસ ગ્રુપે વેચી દીધેલા એના ગિરવી મુકાયેલા શૅરની બાબતે એની સાથે વાંધો પડ્યા બાદ કંપનીએ એને લીડ મર્ચન્ટ બૅન્કર તરીકે કાઢી મૂકી છે.