SCએ રિલાયન્સ ઇન્ફ્રાની DMRC વિરુદ્ધની સ્પેશ્યલ લીવ પિટિશન દાખલ કરી

19 February, 2019 09:28 AM IST  | 

SCએ રિલાયન્સ ઇન્ફ્રાની DMRC વિરુદ્ધની સ્પેશ્યલ લીવ પિટિશન દાખલ કરી

સુપ્રીમ કોર્ટ

દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન (DMRC) વિરુદ્ધ દિલ્હી ઍરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ (DAMEPL) દ્વારા ૫૮૦૦ કરોડના જીતવામાં આવેલા આર્બિટ્રલ અવૉર્ડને કોરાણે મૂકતા દિલ્હી હાઈ કોર્ટના ચુકાદાને પડકારતી રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કરવામાં આવેલી સ્પેશ્યલ લીવ પિટિશનને સુપ્રીમ કોર્ટે દાખલ કરી છે.

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે સ્ટૉક એક્સચેન્જિસને જાણ કરી હતી કે સુપ્રીમ કોર્ટે સ્પેશ્યલ લીવ પિટિશન બાબતે DMRCને નોટિસ ઈશ્યુ કરી છે.

એક શૉર્ટ નોટિસ DAMEPLની વચગાળાની રાહત માટેની અરજી બાબતે DMRCને પણ ઈશ્યુ કરાઈ છે, જેથી સુપ્રીમ કોર્ટમાંની અરજીનો ચુકાદો આવે ત્યાં સુધી એ ડેટ સંબંધિત જવાબદારીઓ પૂરી કરી શકે.

આ પણ વાંચો : ગ્રુપ ઑફ મિનિસ્ટર્સે લૉટરી પરના GSTનો દર એકસમાન રાખવાની ભલામણ

DAMEPLની તરફેણમાં ૫૮૦૦ કરોડ રૂપિયાના લવાદી ચુકાદાને દિલ્હી હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચે રદ કર્યો એને DAMEPLએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાવર, રોડ્સ અને મેટ્રો અને સંરક્ષણ ક્ષેત્રે વિવિધ સ્પેશ્યલ પર્પઝ વેહિકલ દ્વારા પ્રોજેક્ટ્સ હાથ ધરી રહી છે.

reliance supreme court delhi metro rail corporation