રિલાયંસની AGMમાં જિયો ફાયબર, સેટટૉપ બૉક્સ, ક્લાઉડ સર્વિસ લૉન્ચ

12 August, 2019 12:46 PM IST  |  મુંબઈ

રિલાયંસની AGMમાં જિયો ફાયબર, સેટટૉપ બૉક્સ, ક્લાઉડ સર્વિસ લૉન્ચ

રિલાયન્સની AGM મળી

રિલાયન્સ જિયોની વાર્ષિક સામાન્ય સભામાં મહત્વની જાહેરાતો કરવામાં આવી. જેમાં સૌથી મોટી જાહેરાત જિયો ફાયબર સેવાને લઈને રહી. જે પાંચ સપ્ટેમ્બરે શરૂ થશે. આ દિવસે કંપનીને 3 વર્ષ પુરા થશે. જેના પેકેજની શરૂઆત 700 રૂપિયાથી થશે અને તે 100 એમબીપીએસની સ્પીડ આપશે. આ સેવાને ગયા વર્ષે 12 ઑગસ્ટે લૉન્ચ કરવામાં આવી હતી. એ સમયે કંપનીએ ડેટા પ્લાનની જાણકારી નહોતી આપી. આ સેવા માત્ર ગણતરીના યૂઝર્સને જ આપવામાં આવી હતી.

Jio Fiber ડેટા પ્લાન
Jio Fiberનો સૌથી સસ્તો પ્લાન 700 રૂપિયાથી શરૂ થશે. જેની સ્પીડ 100એમબીપીએસ મળશે. તેનું ટોપ લાઈન પેકેજ એક લાખ રૂપિયા પ્રતિ મહિનાનું હશે.જેમાં યૂઝર્સને બ્રોડ બેન્ડ, જિયો હોમ ટીવી અને જિયો IoT સેવા મળશે. જિયો તેમના તમામ ફાયબર પેકેજ સાથે લેન્ડલાઈન ફ્રી આપી રહ્યું છે. જેમાં ISD કૉલિંગનો ચાર્જ, ઈન્ડસ્ટ્રી રેટ્સની તુલનામાં 10માં ભાગનો હશે. સાથે જ કંપની યૂએસ અને કેનેડામાં 500 રૂપિયા પ્રતિ મહિનાના રેટ પર અનલિમિટેડ કૉલિંગની ઑફર આપી રહી છે. ટેરિફની વિસ્તૃત જાણકારી 5 સપ્ટેમ્બરે કંપનીની વેબસાઈટ પર મળી જશે. ડિજિટલ ટીવીથી લઈને ક્લાઉટ ગેમિંગ જેવી સુવિધાઓ યૂઝર્સને મળશે. સાથે જ જિયોએ Jio Postpaid Plus રજૂ કર્યું છે. જેમાં ફેમિલિ પ્લાન્સ, ડેટા પ્લાન્સ, ઈન્ટરનેશનલ રોમિંગ જેવી સુવિધા હશે. જિયો ફાયબરના જે ગ્રાહકો જિયો ફોરએવર પ્લાનને સબસ્ક્રાઈબ કરશે, તેમને HD/4K ટીવી અને 4K સેટ ટૉપ બૉક્સ ફ્રીમાં મળશે. પ્રીમિયમ જીયો ફાયબર યૂઝર્સ મૂવી રિલીઝના દિવસે જ ઘરે બેઠા જોઈ શકશે. કંપનીએ તેને જિયો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો નામ આપ્યું છે. જે 2020ના મધ્યમાં લૉન્ચ થશે.

રિલાયન્સ જિયોએ લોકોની અપેક્ષા પ્રમાણે પોતાની વાર્ષિક સામાન્ય સભામાં મોટી જાહેરાતો કરી છે. મુકેશ અંબાણીએ ઈવેન્ટની શરૂઆત કરતા કહ્યું કે જિયો સૌથી ઝડપથી આગળ વધતી કંપની છે. મિટીંગમાં મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સને અત્યાર સુધીમાં 15 મિલિયન રજિસ્ટ્રેશન મળ્યા છે. જિયો ગીગા ફાયબર પોતાની બ્રોડબેન્ડ સેવાથી 20 મિલિયન ઘરોને કનેક્ટ કરશે.

reliance mukesh ambani