અનિલ અંબાણી ગ્રુપને ઉત્તર પ્રદેશની સરકાર ૧૨૦૦ કરોડ પાછા આપશે

29 July, 2012 04:43 AM IST  | 

અનિલ અંબાણી ગ્રુપને ઉત્તર પ્રદેશની સરકાર ૧૨૦૦ કરોડ પાછા આપશે

આ માટે ૧૨૦૦ કરોડ બૅન્ક-ગૅરન્ટી તરીકે ડિપોઝિટ કરાવ્યા હતા. ત્યાર બાદ માયાવતીએ મુખ્ય પ્રધાન બન્યાના થોડા જ દિવસોમાં એસઈઝેડ પ્રોજેક્ટ માટે જમીનની જોગવાઈઓનો ભંગ થયો છે એમ જણાવીને એસઈઝેડ પ્રોજેક્ટ સ્ક્રૅપ કરવાની ભલામણ કરી હતી. આ જમીનમાંથી પબ્લિક રોડ પસાર થતો હતો. માયાવતી સરકારે કેન્દ્ર સરકારને લેખિતમાં જાણ કરી હતી કે આ પ્રોજેક્ટને અપ્રૂવલ આપવામાં ન આવે અને પ્રોજેક્ટની બૅન્ક-ગૅરન્ટી તરીકે ૧૨૦૦ કરોડ રૂપિયાની રકમ જમા કરાવી હતી એ સ્થગિત કરી દીધી હતી.

 

આ પ્રોજેક્ટ માટે માત્ર ૭૫૦ જમીન જ પ્રાપ્ત થઈ શકી હતી. અનિલ અંબાણી ગ્રુપે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી કે જરૂરી જમીન હસ્તગત કરવામાં રાજ્ય સરકાર મદદ નથી કરી શકતી તો પછી બૅન્ક-ગૅરન્ટીના પૈસા પાછા આપી દેવા જોઈએ. અનિલ અંબાણી ગ્રુપે આ માટે હાઈ કોર્ટમાં કેસ કર્યો હતો એ પણ પાછો ખેંચી લીધો હતો.

હવે અખિલેશ યાદવની સરકારે ગ્રુપને બૅન્ક-ગૅરન્ટીની રકમ પાછી આપવાનો નિર્ણય કર્યો છે.

એસઈઝેડ = સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન