૫૦,૦૦૦થી વધુ રિયલ એસ્ટેટ કંપનીઓના પૅન રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ પાસે નથી

15 February, 2019 09:07 AM IST  | 

૫૦,૦૦૦થી વધુ રિયલ એસ્ટેટ કંપનીઓના પૅન રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ પાસે નથી

પ્રતીકાત્મક તસવીર

નવાઈ લાગશે, આઘાત પણ લાગી શકે; પરંતુ રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ પાસે ૯૫ ટકા રિયલ એસ્ટેટ કંપનીઓના પૅનની વિગત નથી. આ માહિતી કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલએ બહાર પાડી છે. ROC દરેક કંપનીના રેકૉર્ડ રાખે છે, જ્યારે પણ કોઈ કંપની સ્થપાય ત્યારે એણે ય્બ્ઘ્માં નોંધણી કરાવવી પડે છે. કંપનીઓએ એમનાં વાર્ષિક રિટન્સર્‍ પણ ય્બ્ઘ્માં ફાઇલ કરવાનાં રહે છે. આમાં કંપનીઓએ પોતાના પૅન પણ જણાવવાના રહે છે.

આ પણ વાંચોઃ ILFS કટોકટીની તપાસ માટે સંસદીય સમિતિએ તપાસપંચ નીમવાનું સૂચન કર્યું

કૅગના જણાવ્યા અનુસાર એણે હજી તો માત્ર ૧૨ રાજ્યોના ય્બ્ઘ્માંથી આ વિગતો મેળવી છે. ROC પાસે ૫૪,૫૭૮ કંપનીઓમાંથી ૫૧,૬૭૦ કંપનીઓ (૯૫ ટકા)ના પૅનની માહિતી ઉપલબ્ધ નથી. આ બધી રિયલ એસ્ટેટ કંપનીઓના ઍસેસમેન્ટનો પર્ફોર્મન્સ ઑડિટ કરાયું એ પછી આ વિગતો જાણવા મળી છે. આમાંથી કેટલી કંપનીઓ ટૅક્સ નેટમાં છે કે નહીં એ જાણવાનું મુશ્કેલ બની રહ્યું છે. આમાંની ઘણી કંપનીઓ વાર્ષિક રિટર્ન્સ પણ ફાઇલ કરતી ન હોવાનું નોંધાયું છે.