રિઝર્વ બૅન્કે ગ્રોથરેટ માટે અંદાજ ઘટાડ્યો

31 July, 2012 05:31 AM IST  | 

રિઝર્વ બૅન્કે ગ્રોથરેટ માટે અંદાજ ઘટાડ્યો

અત્યાર સુધી અર્થતંત્રના વૃદ્ધિદરમાં થઈ રહેલો ઘટાડો તેમ જ ઊંચા ફુગાવાને કારણે આરબીઆઇએ ગ્રોથરેટનો અંદાજ ઘટાડ્યો છે. મૉનિટરી પૉલિસી માટે ફુગાવો મોટી ચૅલેન્જ છે. નાણાકીય સ્થિતિમાં સુધારો કરવા માટે સરકાર કોઈ પગલાં નથી લેતી તેમ જ ઊંચા ફુગાવાને કારણે મૉનિટરી પૉલિસી હળવી કરવામાં અવરોધ ઊભા થાય છે.

 

આ રિપોર્ટ રજૂ કરીને આરબીઆઇએ નર્દિશ આપ્યો હતો કે વર્તમાન આર્થિક સ્થિતિ ધ્યાનમાં લેતાં પૉલિસી રેટ્સમાં ઘટાડો કરવાનું મુશ્કેલ છે.

આરબીઆઇ = રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા

સરકારે ઇન્વેસ્ટમેન્ટ સ્ટિમ્યુલસ પ્રોવાઇડ કરવું જોઈએ : આરબીઆઇ

આરબીઆઇએ ગઈ કાલે જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે ગ્રોથ રિવાઇવલ માટે સરકારે ઇન્વેસ્ટમેન્ટ સ્ટિમ્યુલસની જાહેરાત કરવી જોઈએ. આ ઉપરાંત સબસિડીના ખર્ચમાં ઘટાડો કરવા માટે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કરવા જેવાં અગ્રેસિવ પગલાં લેવાં જોઈએ. ગ્રોથ રિવાઇવલ માટે સબસિડીનો ખર્ચ ઘટાડવાનું મહત્વનું છે.