RBIએ વ્યાજદરો યથાવત રાખ્યા

31 July, 2012 06:56 AM IST  | 

RBIએ વ્યાજદરો યથાવત રાખ્યા


મુંબઈ : તા. 31 જુલાઈ

આરબીઆઈએ આગામી ભવિષ્યમાં હજી પણ મોંઘવારી વધવાની શક્યતા વ્યક્ત કરી હતી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરે જૂન મહિના બાદ બીજા મહીને પણ સીઆરઆર કે રેપો રેટમાં કોઈ ફેરફારો ન કરી યથાવત રાખ્યાં છે. સુબ્બારાવે જાહેરાત કરતા જણાવ્યું હતું કે સતત ઘટી રહેલા આર્થિક વિકાસ દરને ધ્યાનમાં રાખતા સરકારે જ રોકાણ ક્ષેત્રેને પ્રોત્સાહિત કરવું પડશે. મૌદ્રિક નીતિ પહેલા નાણાંકિય માળખાને સમાંતર રાખવા માટે ખર્ચ પર કાપ મુકવાના પગલા ભરવાનું સરકારને પણ આરબીઆઈ ગવર્નરે સૂચન કર્યું હતું.

આરબીઆઈ પ્રમુખ ડી સુબ્બારાવે દેશભરમાં નબળા ચોમાસાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા તેની પ્રત્યક્ષા અસર ચીજવસ્તુઓની કિંમતો પરવાના અને મોંઘવારીમાં વધારો થવાના સંકેત પણ આપી દીધા હતાં. તેવી જ રીતે આપૂર્તીની ખરાબ સ્થિતિ પણ મોંઘવારી માટે ખતરારૂપ હોવાનું તેમણે જણાવ્યું હતું.

રિઝર્વ બેંકનું માનવું છે કે મોંઘવારી દરમાં વધારાની આશંકા મૌદ્રિક નીતિ માટે એક મોટો પડકાર બનીને આગળ આવ્યો છે. જૂન 2012માં જ મોંઘવારીનો દર 7.25 ટકા રહ્યો હતો. સતત વધી રહેલી મોંઘવારીએ આરબીઆઈ સામે પણ મુંઝવણભરી સ્થિતિ સર્જી દીધી છે.

ઉદ્યોગ જગતમાં આર્થિક સુસ્તીને કારણે કેન્દ્રીય બેંકનું માનવું છે કે સરકારે નીતિગત અનિર્ણય, મોંઘવારીના ઉંચા દર અને વૈશ્ચિક સંકટ ચાલૂ નાણાંકિય વર્ષ 2012-13માં પણ અર્થવ્યવસ્થાને અસર પહોંચાડશે. વર્તમાનમાં આરબીઆઈએ અનેક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી વ્યાજદરોમાં કોઈ જ ફેરફારો કર્યા નથી. કોમર્શિયલ બેંકોની 0.50 ટકા કાપની આશા પર પણ વર્તમાન જાહેરાતથી પાણી ફરી વળ્યું છે. રેપો રેટ પણ 8 ટકા યથાવત રહેવા પામ્યો હતો.