રાકેશ ઝુનઝુનવાલાનો ર્પોટફોલિયો ગઈ કાલે ૧૦૧ કરોડ રૂપિયા વધ્યો

08 October, 2011 05:22 PM IST  | 

રાકેશ ઝુનઝુનવાલાનો ર્પોટફોલિયો ગઈ કાલે ૧૦૧ કરોડ રૂપિયા વધ્યો

 

(વીકલી વિશેષ - કનુ જે. દવે)

આ મલ્ટિપલ ચૉઇસમાંથી ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ ‘સહી જવાબ’ હોવાનું કમ્પુટરજીનું કહેવું છે. ૧૯૭.૧૦ રૂપિયાવાળો ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ આજે સવાપાંચ ટકા સુધરી ૨૦૭.૮૦ રૂપિયાના સ્તરે બંધ રહેતાં રાકેશ ઝુનઝુનવાલાનો ર્પોટફોલિયો ૯૨.૮૫ કરોડ રૂપિયા જેટલો તગડો થયો છે. કુલ ૪૦૬૯.૩૩ કરોડ રૂપિયાના મૂલ્યના તેમના ર્પોટફોલિયોમાં ટાઇટનમાંનું રોકાણ ૧૮૦૫.૯૪ કરોડ રૂપિયા છે, જે કુલ રોકાણના ૪૪.૩૭ ટકા ગણાય. આમ ટાઇટનના શૅરની વધઘટની અસર રાકેશ ઝુનઝુનવાલા અને તેમના ગ્રુપના ઇન્વેસ્ટમેન્ટ પર સૌથી વધુ થાય છે. ટાઇટનમાં તેમનું હોલ્ડિંગ ૯.૮ ટકા જેટલું છે.

એક દિવસમાં ૩.૪૯ કરોડ રૂપિયાનો ફાયદો કરી આપનાર પ્રાજ ઇન્ડસ્ટ્રીઝમાં રાકેશ જૂથનું હોલ્ડિંગ ૮.૮ ટકા છે અને એનું ર્પોટફોલિયોમાં વજન ૨.૯ ટકા થાય છે.

કરુર વૈશ્ય બૅન્કે ર્પોટફોલિયોની વૅલ્યુ ૨.૬૩ કરોડ રૂપિયા જેટલી વધારી એમાં ૪.૭ ટકાનું એમનું હોલ્ડિંગ છે અને ર્પોટફોલિયો વેઇટેજ ૫.૯ ટકા જેટલું થાય છે. રાકેશ ઝુનઝુનવાલાને દૈનિક ૨.૪૯ ટકાની મૂલ્યવૃદ્ધિ આપનાર હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશનમાં આ જૂથનું હોલ્ડિંગ ૪ ટકા છે, પણ ર્પોટફોલિયોમાં વેઇટેજ ૧.૨ ટકાનું જ છે.

વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝે ૬.૦૭ કરોડ રૂપિયાની વૅલ્યુ ઍડ હતી. આ કંપનીમાં એમનું રોકાણ ૬.૪ ટકા છે અને ર્પોટફોલિયોમાં વેઇટેજ ૪ ટકાનું છે. એ જ રીતે ક્રિસિલે ૪.૬૮ કરોડ રૂપિયાનો ઉમેરો એમની ર્પોટફોલિયો વૅલ્યુમાં કર્યો હતો. ક્રિસિલમાં એમનું હોલ્ડિંગ ૭.૮ ટકા છે તો એમના ર્પોટફોલિયોમાં ક્રિસિલનું વજન ૧૦.૬૯ ટકા છે.

વેઇટેજના હિસાબે ટૉપ આઇટમ્સ કઈ?

રાકેશ ઝુનઝુનવાલાના ર્પોટફોલિયોમાં વેઇટેજના હિસાબે ટૉપ પર ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ ૪૪.૩૮ ટકા સાથે આવે છે. એ પછીના ક્રમે ૧૦.૬૯ કરોડ રૂપિયાના વેઇટેજ સાથે ક્રિસિલ આવે છે. લુપિન ૮.૮૫, એ ટુ ઝેડ મેઇન્ટેનન્સ ૬.૮૬ ટકા, કરુર વૈશ્ય બૅન્ક ૫.૭૪ ટકા, વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ ૩.૯૬ ટકા, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ ૨.૮૪ ટકા અને એનસીસી બે ટકાનું વેઇટેજ એમના ર્પોટફોલિયોમાં ધરાવે છે. ઉપરાંત અન્ય બાવીસ આઇટમો પણ એમના ર્પોટફોલિયોમાં છે જેનું વજન ૨૨ ટકાથી ઓછું છે.