09 September, 2025 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ના સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME) પ્લૅટફૉર્મ પર તાજેતરમાં રચિત પ્રિન્ટ્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. રચિત પ્રિન્ટ્સ આ પ્લૅટફૉર્મ પર લિસ્ટ થયેલી ૬૧૪મી કંપની છે. કંપની ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે હેડ ઑફિસ ધરાવે છે.
રચિત પ્રિન્ટ્સ નિટેડ ફૅબ્રિક, પ્રિન્ટેડ ફૅબ્રિક, વાર્પ નિટ, પિલ્લો ફૅબ્રિક, બાઇન્ડિંગ ટેપ, બેડશીટ્સ અને કમ્ફર્ટર્સનું ઉત્પાદન કરે છે. કંપની આસામ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, તામિલનાડુ, તેલંગણ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં એની પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. કંપની બિઝનેસ ટુ બિઝનેસ મૉડલને અનુસરે છે. કંપની સ્લીપવેલ, કર્લોન એન્ટરપ્રાઇઝિસ અને પ્રાઇમ કમ્ફર્ટ પ્રોડક્ટ્સ જેવી બ્રૅન્ડ્સનું ઉત્પાદન કરે છે.
કંપનીએ બુક બિલ્ડિંગ ઇનિશ્યલ પબ્લિક ઑફર (IPO) મારફત ૧૩.૦૮ લાખ ઇક્વિટી શૅર્સ શૅરદીઠ ૧૪૯ રૂપિયાના ભાવે ઑફર કરી કુલ ૧૯.૪૯ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. કંપનીનો IPO ૩ સપ્ટેમ્બરે બંધ થયો હતો.